ડાંગ : જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને નડ્યો અકસ્માત
રાજ્યભરમાં આજે જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થી યોજાવા જઈ રહી છે. જેને પગલે પરિક્ષાર્થીઓ પરિક્ષા સ્થળે સમયસર પહોંચી જવા માટે નીકળી પડ્યા હતા. ત્યારે આ દરમિયાન ડાંગમાં જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓની કારને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.
પરીક્ષાર્થીઓની કારને નડ્યો અકસ્માત
રાજ્યમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ રહી છે. જેમા રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા છે. આજે બપોરે સાડા બાર વાગ્યે પરિક્ષા યોજાશે. ત્યારે બધા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી જવા નિકળી ગયા હતા. ત્યારે પરીક્ષા પહેલા દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આજે આહવામાં ઉમેદવારોની કારને અકસ્માત નડ્યો છે.
ઉમેદવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ
જુનિયર ક્લર્કની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને અકસ્માત નડ્યો હતો. આહવાના વઘઇ શિવઘાટના વળાંકમાં અકસ્માતની આ ઘટના બની છે. જેમાં ટાવેરા ગાડીની બ્રેક ફેલ થતાં ઘાટીમાં ગાડી પલટી ખાઈ ગઈ હતી. જો કે આ અકસ્માતમાં જાનહાની થઈ ન હતી. તેમજ ગાડીમાં રહેલ ઉમેદવારોને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડાયા હતા.
આ પણ વાંચો : વડોદરામાં લગ્નના 15 દિવસ અગાઉ યુવતીનો આપઘાત