બનાસકાંઠા: જિલ્લામાં 176 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
પાલનપુર: પંચાયત સેવા વર્ગ ત્રણના જુનિયર ક્લાર્ક ની પરીક્ષા 9એપ્રિલના યોજનાર છે. બનાસકાંઠા જિલ્લામાં 176 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે જેના માટે 1766 રૂમ તૈયાર કરાયા છે અને વિવિધ જિલ્લામાંથી 52,964 ઉમેદવાર પરીક્ષા આપવા આવશે જેને લઈને 41 ફ્લાઈંગ ટીમ પણ બનાવાઈ છે .વિદ્યાર્થીઓ શાંતિ રીતે પરીક્ષા આપી શકે તે માટે તૈયારીઓ કરાઈ છે.
અન્ય જિલ્લામાંથી 52,964 ઉમેદવાર પરીક્ષા આપવા આવશે
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા બનાસકાંઠામાં ચાર ઝોન પર યોજાશે ડીસા દિયોદર પાલનપુર ના 176 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈ ગેરરીતી ન થાય તેના માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પ્રતીનીધી કેન્દ્ર સંચાલક અને ઓબ્ઝર્વની નિમણૂક કરાય છે 41 ફ્લાઈંગ સ્કવોડ ની ટીમ સતત પરીક્ષા કેન્દ્ર પર વોચ રાખશે જોકે પરીક્ષાર્થીઓએ મોબાઈલ સ્માર્ટ વોચ બ્લુટુથ અને અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે આમ કડક સુરક્ષા અને સીસીટી હેઠળ યોજનાના પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને તંત્ર સજ્જ છે.
ચોરી કરતા પકડાનાર સામે કડક કાર્યવાહી પણ કરાશે અને દોષિતને ત્રણ વર્ષની કેદ અને એક લાખનો દંડ અને ત્રણ વર્ષ સુધી કોઈ પણ પરીક્ષામાં ભાગ ન લઈ શકે તેવી કડક જોગવાઈઓ પણ કરાઈ છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા પણ પરિક્ષાર્થી માટે પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ છે.ત્યારે બનાસકાંઠામાં કોઈ પણ વિદ્યાર્થી ને તકલીફ ના પડે અને સમયસર પહોંચી શકે તે માટે તમામ જગ્યા એ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
એસટી વિભાગ દ્વારા પરિક્ષાર્થી માટે પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ
પાલનપુર ડેપો દ્વારા સાત ડેપો રિઝર્વેશન કરાયા છે.તમામ જગ્યા એ ઓનલાઇન રરિઝર્વેશનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.કોઈ કારણોસર બસ બગડે તો તાત્કાલિક વડગામ સાંતલપુર સહિત અલગ અલગ જગ્યા એ મિકેનીકલ પોઇન્ટ પણ મૂકવામાં આવ્યા છે.ત્યારે 9 તારીખે યોજાનારી પરીક્ષા ને લઇ તંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં ભાડા સહાય માટેની પ્રકિયાનો પ્રારંભ