નાની ઉંમરમાં હાડકામાંથી કેમ આવે છે ‘કટ કટ’ અવાજ? ડાયેટ બદલો
- હાડકાના સાંધામાં ‘કટ કટ’ અવાજ ઘણા લોકોને આવતો હોય છે.
- કટ કટ’નો અવાજ હાડકાની ગંભીર બિમારીનું કારણ બની શકે છે
- જો એ અવાજ કોઇ જ તકલીફ ન આપતો હોય તો ગભરાવાની જરૂર નથી
આજકાલ દરેક વ્યક્તિની લાઇફસ્ટાઇલ જ એવી બની ગઇ છે કે શરીરને જરૂરી ન્યુટ્રિશન મળતા નથી. નાની ઉંમરમાં પોષકતત્વોની કમીનું મુખ્ય કારણ છે વિટામીન ડી અને જરૂરી મિનરલ્સની કમી. આ કમી સર્જાય છે અનહેલ્ધી ફુડમાંથી. ધીમે ધીમે હાડકા સાથે જોડાયેલી બિમારીઓ ઘેરવા લાગે છે. હાડકાના સાંધામાં ‘કટ કટ’ અવાજ ઘણા લોકોને આવતો હોય છે. સામાન્ય રીતે તેમાં દુખાવો થતો નથી. જોકે તેને હળવાશથી પણ ના લેશો કેમકે ઘણી વખત ‘કટ કટ’નો અવાજ હાડકાની ગંભીર બિમારીનું કારણ બની શકે છે.
મોટાભાગે ઘુંટણમાં થાય છે આ અવાજ
હાડકાના સાંધામાંથી નીકળતો આ અવાજ મોટેભાગે ઘુંટણમાંથી આવે છે. આ તકલીફને મેડિકલની ભાષામાં ક્રેપિટસ કહેવાય છે. ઉંમર વધવાની સાથે ઘુંટણની ઉપર ફ્લેક્સિબલ ટિશ્યુની કમી થાય છે. આ કારણે તે એકબીજા સાથે ઘસાય છે. તે એક પ્રકારનો રોગ જ કહેવાય છે. નાની ઉંમરમાં જો ‘કટ કટ’ અવાજ આવે તો તેની પાછળ બીજા કારણો પણ જવાબદાર હોઇ શકે છે.
એર બબલ્સ બનવા
જોઇન્ટ્સમાંથી ‘કટ કટ’ અવાજ આવતો હોય કે પછી તમને ગરદન કે આંગળીઓ ફોડવાની આદત હોય તો આ જોઇન્ટ્સમાંથી નીકળતો અવાજ એર બબલ્સ છે. જે બે હાડકાના જોઇન્ટ્સ પર બને છે. તે તુટે ત્યારે અવાજ આવે છે. જો એ અવાજ કોઇ જ તકલીફ ન આપતો હોય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ ડાયેટમાં અમુક વસ્તુઓ અચુક સામેલ કરો. જો તમને વધુ સમસ્યા થતી હોય તો સંધિવા પણ હોઇ શકે છે. જે આગળ જતા ચાલવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
માંસપેશીઓમાં ખેંચાણ
ઘણી વખત માંસપેશીઓમાં ખેંચાણના લીધે પણ આવુ થઇ સકે છે. તેમાં અવાજની સાથે સાંધામાં સોજો અને દર્દ પણ થાય છે. જેનો ઇલાજ જરૂરી છે. જો નાની ઉંમરમાં એર બબલ્સ બનવાના લીધે ‘કટ કટ’ અવાજ આવતો હોય તો ડાયેટમાં આ વસ્તુઓને સામેલ કરો.
ડાયેટમાં ધ્યાન રાખો
- કેલ્શિયમથી ભરપુર હોય તેવી વસ્તુઓનું સેવન કરો
- દુધમાં હળદર નાંખીને પીવાથી પણ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળે છે.
- ગોળ અને શેકેલા ચણા પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેનાથી સાંધા મજબૂત બને છે.
- રોજ ખાલી પેટે અખરોટ ખાવ. તેનાથી હાડકા મજબૂત બનશે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તેનાથી જોઇન્ટ્સ સ્મુધલી મુવ કરવા લાગે છે.
- રોજ ચાર-પાંચ પલાળેલી બદામ ખાવાથી શરીરને પોટેશિયમ મળે છે.
- ઘુંટણ પર બનેલા કાર્ટિલેજ ઘસાવાના લીધે ‘કટ કટ’ અવાજ આવતો હોય તો તે માટે વિટામીન સી યુક્ત આહાર લેવો જરૂરી છે.
- પાલક, બ્રોકોલી, સંતરા, લીંબુ જેવી ચીજો ખોરાકમાં સામેલ કરો.
આ પણ વાંચોઃ ભારતી સિંહને માતા બન્યા બાદ ટ્રોલ કરાઇઃ કરીનાના શોમાં શેર કર્યુ દુઃખ