ભારતી સિંહને માતા બન્યા બાદ ટ્રોલ કરાઇઃ કરીનાના શોમાં શેર કર્યુ દુઃખ
- કરીનાના શો વોટ વુમન વોન્ટમાં પહોંચી ભારતી સિંહ
- કરીનાએ ભારતીને સોશિયલ મીડિયાથી દુઃખી ન થવા સલાહ આપી
- ભારતીને ફરી માતા બનવુ છે, આ વખતે ઇચ્છે છે દિકરી
કરીના કપૂરના ચેટ શો વોટ વુમન વોન્ટમાં ભારતી સિંહ પહોંચી હતી. તેણે આ શોમાં કેટલીક વાતો શેર કરી કે કેવી રીતે તે આ ઇન્ડસ્ટ્રીમાં આવી. કેવી રીતે તેને લોકોએ ટ્રોલ કરી. માતા બન્યા બાદ કેટલાક લોકો તેની પર વરસી જ પડ્યા કે તેને બાળકની દેખભાળ કરતા આવડતુ નથી.
ભારતી પહેલેથી જ કરીનાની ફેન રહી છે. તેણે કહ્યુ કે જબ વી મેટમાં કરીનાએ જેવુ પટિયાલા પહેર્યુ હતુ તે જોઇને તેણે પટિયાલા સીવડાવ્યુ હતુ. શોમાં ભારતીએ તેની આખી જર્ની વિશે જણાવ્યુ. તેણે કહ્યુ કે તે જ્યારે અમૃતસરથી મુંબઇ પહોંચી તો શહેરે દિલ ખોલીને તેનું સ્વાગત કર્યુ. તેને લાગ્યુ કે જાણે તે પોતાના ઘરે પહોંચી ગઇ છે. લાફ્ટરની જે સફર શરૂ થઇ તે બસ ચાલતી જ રહી.
માતાને આપી ક્રેડિટ
ભારતીએ કહ્યુ કે કોમેડીમાં બહુ ઓછી છોકરીઓ આવી રહી છે. જે પણ આવે છે તેને હીરોઇન બનવુ છે. બધાને પોસ્ટર ગર્લ બનવુ છે. હું જ્યારે કોમેડી કરવા આવી ત્યારે મારા ઘણા રિલેટીવ્સ પણ મારી પર કોમેન્ટ કરતા હતા. તે હજુ પણ મારા આ શોને જોતા જ હશે. તેઓ કહેતા હતા. જોકર, છોકરીઓ ક્યારેય પણ હસાવી શકે? પુરુષો કંઇક કહેશે તો જવાબ નહીં આપી શકે, હું વિચારતી કે કોઇ મને શા માટે ગંદી વાત કહેશે. 17-18 વર્ષની છોકરીએ કહી દીધુ હતુ કે મારે આ કામ કરવુ છે. મારી માતાએ મને પુરેપુરો સપોર્ટ કર્યો.
મને ખુબ ટ્રોલ કરીઃ ભારતી
ભારતીએ કહ્યુ કે પ્રેગનન્સીના ન્યુઝ હંમેશા તેના માટે ખાસ રહ્યા. તેણે જણાવ્યુ કે પ્રેગનન્સીના ટાઇમ પર તેને ખુબ ટ્રોલ કરવામાં આવી. મારે તો ફરી માં બનવુ છે. મારે દિકરી જોઇએ છે. તમારી પાસે કોઇ ડોક્ટર હોય તો કહો જે મને ઇન્જેક્શન આપે અને મારે દિકરી થાય. ભારતીએ આગળ જણાવ્યુ કે મારે મારા બાળકના જન્મ બાદ બહુ ટોન્ટ સાંભળવા પડ્યા. કરીનાએ કહ્યુ કે તેણે સોશિયલ મીડિયા પર ધ્યાન ન આપવુ જોઇએ.
ભારતીએ કહ્યુ કે લોકો મને ટ્રોલ કરતા હતા. બાળકના જન્મના 12માં દિવસે હું કામ કરવા ચાલી ગઇ હતી. લોકો ટ્રોલ કરતા કે બાળકનું ધ્યાન નથી રાખતી. બાળકને મુકીને કામ કરવા જતી રહી છે. બાળકનો ખ્યાલ કેમ રખાય તે આવડતુ નથી.
આ પણ વાંચોઃ Junior Clerk Exam : પરીક્ષાને લઈને કેવું છે આયોજન ? હસમુખ પટેલે આપી માહીતી