ગુજરાતટોપ ન્યૂઝ

EXCLUSIVE : AAPની મોટા ઉપાડે કરાયેલી જાહેરાતનો ફિયાસ્કો, જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે જાહેર કરાયેલ નંબર બંધ

Text To Speech
  • AAP દ્વારા ગઈ કાલે જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે કરાઈ હતા જાહેરાત
  • ઉમેદવારો માટે રહેવા- જમવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું
  • અમદાવાદ માટે જાહેર કરાયેલ નંબર સ્વીચ ઓફ આવતા વિદ્યાર્થીઓમાં નિરાશા

આવતી કાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. જેમાં આશરે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ત્યારે ગઈ કાલે આમ આદમી પાર્ટી દ્વારા પરિક્ષા આપવા જનાર ઉમેદવારો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમાણે નંબર જાહેર કરવામાં આવ્યા હતા. જેથી ઉમેદવારો તેમનો સંપર્ક કરી શકે ત્યારે આમ આદમી પાર્ટીની આ જાહેરાતનો ફિયાસ્કો થવા પામ્યો હતો.

અમદાવાદ આપ-humdekhengenews

AAP દ્વારા ગઈ કાલે ઉમેદવારો માટે કરાઈ હતા જાહેરાત

આમ આદમી પાર્ટીએ ગઈ કાલે મોટા ઉપાડે જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે જાહેરાત કરી હતી, ગઈ કાલે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પત્રકાર પરિષદ યોજી ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા કરી હોવાની જાહેરાત કરી વાહવાહી કરવામાં આવી હતી. અને જિલ્લા પ્રમાણે ઉમેદવારો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ જાહેરાતને ટ્વીટર પર ખુબ શેર પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : “મારી દીકરીઓ શોધી આપો” જોડિયા દિકરીઓ 50 દિવસથી ગુમ થતા પિતાએ CMને કરી રજૂઆત

અમદાવાદના સંદિપ શર્માનો ફોન સ્વીચ ઓફ

આમ આદમી પાર્ટીએ આ જાહેરાતમાં જિલ્લા પ્રમાણે નંબર પણ જાહેર કર્યા હતા. જે અંતર્ગત અમદાવાદના સેન્ટરના જુનિયર ક્લાર્કના કેટલાક ઉમેદવારોએ જાહેરાતમાં જણાવેલ આપના સંદિપ શર્માને કોલ કર્યો હતો. પરંતુ સવારથી તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જાહેરાત કર્યા બાદ ફોન બંધ આવતા પરિક્ષાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. આપ દ્વારા જાહેરાત કર્યા બાદ ફોન સ્વીચ ઓફ આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો આમ આદમી પાર્ટી ઉમેદવારોની મદદ કરવા માટે વ્યવસ્થા કરી છે તો પછી ફોન કેમ સ્વીચ ઓફ આવી રહ્યો છે ?

ઈશુદાન ગઢવી પણ ફોન ઉપાડવાનું ટાળ્યું

આમ અમદાવાદમાં પરિક્ષા આપવા આવતા જુનિયર ક્લાર્કના ઉમેદવારોએ આપના સંદિપ શર્માને કોલ કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. જ્યા આ અંગે અમે આપના ઇશુદાન ગઢવીને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો ઈશુદાન ગઢવીએ પણ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે આપ દ્વારા કરાયેલ આ જાહેરાત માત્ર દેખાવો જ છે ? આપ આ અંગે કેમ કોઈ જવાબ આપવા માંગતું નથી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : જુનિયર ક્લાર્કના ઉમેદવારોની વ્હારે આવી AAP, કરી આ ખાસ વ્યવસ્થા

Back to top button