નેશનલ

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ગોઝારો અકસ્માત : પતિ-પત્ની અને 4 બાળકો સહિત 6 લોકોના મોત

Text To Speech
  • કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની
  • કારના ડ્રાઈવરના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું જેના પરથી તેમની ઓળખ થઈ શકી
  • મૃતકો દેવરિયા જિલ્લાના વાંકુલ ગામના વતની

ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લામાં આજે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાલાકને ઉંઘનો ઝોકો આવી જતા સ્વિફ્ટ ડિઝાયર કાર ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર દંપતિ અને 4 બાળકો સહિત 6 લોકોના મોત થઈ ગયા છે. શ્રીદત્તગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ગોંડા ઉતરૌલા રોડ પર સ્થિત દેવરિયા બિશમ્ભરપુર પાસે આ અકસ્માત સર્જાયો હતો.

બલરામપુર જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા

પોલીસ અધિક્ષક કેશવ કુમારે જણાવ્યું કે, 40 વર્ષીય સોનુ સાહુ, ગામ વાંકુલ, પોલીસ સ્ટેશન શ્રીરામપુર, જિલ્લા દેવરિયાના રહેવાસી, તેમના પરિવારના સભ્યો સાથે કાર દ્વારા નૈનીતાલ ગયા હતા. પરત ફરતી વખતે દેવરિયા બિશંભરપુર પાસે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર તમામ છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારના ડ્રાઈવરના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું જેના પરથી તેમની ઓળખ થઈ શકી છે.

મૃતદેહો પીએમ માટે મોકલી અપાયા

શ્રીદત્તગંજના ઈન્ચાર્જ વિપુલ કુમાર પાંડે સાથીઓ સાથે પેટ્રોલિંગ પર હતા. જ્યારે તેમણે ક્ષતિગ્રસ્ત કાર જોઈ ત્યારે અકસ્માતની આશંકા ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો. એસપીએ કહ્યું કે, આધાર કાર્ડમાં મળેલા ફોન નંબરના આધારે સંબંધીઓને માહિતી આપવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

Back to top button