ગુજરાતટોપ ન્યૂઝ

ઓનલાઇન છેતરપિંડી: યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહી રૂ.69 હજાર પડાવ્યા

Text To Speech
  • 7388476625 નંબર ઉપરથી એક મેસેજ આવ્યો હતો
  • રોજ 36000 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા
  • ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

મહેમદાવાદમાં યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહી રૂ. 69 હજાર પડાવી લીધા છે. જેમાં ઓનલાઇન છેતરપિંડીનો નવો કીમિયો સામે આવ્યો છે. તા.31 માર્ચના રોજ 7388476625 નંબર ઉપરથી એક મેસેજ આવ્યો હતો. જેમાં વર્ક ફ્રોમ હોમ માટે જોબ તમારા માટે ઑફર થઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: પાલિકાએ વિવિધ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ કેન્દ્રો શરૂ કર્યા, પણ વેક્સિન ખલાસ 

7388476625 નંબર ઉપરથી એક મેસેજ આવ્યો હતો

મહેમદાવાદના ખાત્રજમાં રહેતી નાહીન ઓનમહૈદર વ્હોરાના મોબાઈલ ઉપર તા.31 માર્ચના રોજ 7388476625 નંબર ઉપરથી એક મેસેજ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે વર્ક ફ્રોમ હોમ માટે જોબ તમારા માટે ઑફર થઇ છે. જોબ માટે નીચે આપેલ લિંક ઓપન કરો. જેથી તેણે તે લિંક ઓપન કરતા અમાયરા પટેલ નામે ટેલિગ્રામ ઓપન થયું હતું. અમાયરા પટેલના મેસેજમાં જણાવ્યા પ્રમાણે નાહીને પોતાના બેંક એકાઉન્ટની તમામ વિગતો તેમાં ભરી હતી.

આ પણ વાંચો: સુરતમાં નકલી ISIનો માર્કો લગાવી મીનરલ પાણીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ 

નાહીનના ખાતામાં રૂ. 150 જમા થયાં હતા

ત્યારબાદ એક યુટયૂબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેતા તે પ્રમાણે કરવાથી નાહીનના ખાતામાં રૂ. 150 જમા થયાં હતા. જે બાદ બીજી યુટયૂબ ચેનલ સબ સ્ક્રાઇબ કરતા ફરીથી તેના ખાતામાં રૂ.305 જમા થયાં. જે બાદ રૂ.1680 જમા થયાં હતા. આમ નાહીનનો વિશ્વાસ કેળવી વધુ રૂપિયા કમાવવા હોય તો 5000 અને ત્યારબાદ વધુ 4000 જમા કરાવવાનું કહેતા તે મુજબ કરતા તેના ખાતામાં રૂ.11,500 જમા થયાં હતા.

આ પણ વાંચો: ગુજરાતના કોમી તોફાનોમાં વધુ એક ચુકાદો આવશે

ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

આનાથી વધારે કમાવવાની લાલચ આપીને તા.3/4/23ના રોજ 5000, તેમજ બીજી વખત 28000, અને તા.4/4/23 ના રોજ 36000 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ વધુ 76000 બીજા બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેતા તે જમા ના કરતા અને આ વાત પોતાના પતિને જણાવતા તેમના પતિ એ કહ્યું હતું કે તારી સાથે સયબર ફ્રોડ થયું છે. જેથી નાહીને હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરી ફરિયાદ કરેલ જેથી મોબાઈલ નંબર-7388476625 ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ વિશ્વાસમાં લઇ કુલ 69000 ટ્રાન્સફર કરાવી લઇ ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Back to top button