ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: મહેસાણા ખેડૂતોનું ડેલીગેશન ડીસા ખેત તલાવડીની મુલાકાતે, જળ સંચયનું કામ જોઈ થયા પ્રભાવિત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ભુગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. જેને લઇને પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે. જેના માટે ખેડૂતોમાં ખેત તલાવડી બનાવીને વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થાય કુવા બોર રિચાર્જ થાય તે માટે ડીસા તાલુકામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી ના માર્ગદર્શન હેઠળ તાલુકાના ખેડૂતોના ખેતરમાં ખેત તલાવડીનું અદ્ભુત કામ થયું છે.

ખેડૂતોનું ડેલીગેશન-humdekhengenews

જેના થકી ખેડૂતો આ પાણીથી સિંચાઇ કરી રહ્યા છે. આ કામગીરી જોવા માટે અને અભ્યાસ કરવા માટે મહેસાણાના ખેડૂતોએ ડીસા તાલુકામાં બનાવવામાં આવેલી ખેત તલાવડીની મુલાકાત લીધી હતી. અને ક્યારેક વધુ વરસાદ થાય તો જળ સંચય કઈ રીતે કરી શકાય તેની માહિતી મેળવી હતી.

ખેડૂતોનું ડેલીગેશન-humdekhengenews

 

ખેડૂતોનું ડેલીગેશન-

ડીસા ધારાસભ્ય પ્રવિણ માળીએ ખેડૂતોને ખેત તલાવડી થી જળ સંચય અને તેનો પૂરેપૂરા ઉપયોગ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડીસા પંથકમાં ખેડૂતોની પાણી માટેની ચિંતા અને જળસંચયની કામગીરી જોઈ મહેસાણાના ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.

ખેડૂતોનું ડેલીગેશન-humdekhengenews

ડીસાની જળ સિંચાઈની ટીમની ઉપસ્થિતિમાં મહેસાણાની ડેલીગેશન ટીમ ડીસાની મુલાકાતે આવી,ત્યારે વહી જતા પાણીની ચિંતા કરી, ત્યારે આ પાણીના વ્યયનો યોગ્ય રીતે સંચય થાય તેમજ ભૂગર્ભમાં ફિલ્ટર પાણી ઉતરે તે અંગે ખેડૂત મિત્રો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ કામગીરી જોઈને મહેસાણા ના ખેડુતો પણ અભિભૂત થયા હતા.

આ પણ વાંચો :ગુજરાતના કોમી તોફાનોમાં વધુ એક ચુકાદો આવશે

Back to top button