જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે GSRTCએ ફાળવી આટલી એકસ્ટ્રા બસો, જાણો વધુ
- 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે
- પરીક્ષા માટે GSRTCએ 6000 બસોની ફાળવણી કરી
- 8 તારીખ બપોરનાં 2 વાગ્યાંથી ઉમેદવારોને લાભ મળશે
રાજ્યમાં બે દિવસ બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. ત્યારે તંત્ર દ્વારા આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે (GSRTC) દ્વારા પણ વધારાની બસોની ફાળવણી કરવામા આવી છે.
GSRTC દ્વારા વધારાની બસોની ફાળવણી કરાઈ
આગામી 9 એપ્રિલનાં રોજ યોજાનાર જુનિયર કલાર્ક ની પરીક્ષાને લઈને GSRTC દ્વારા વધારાની બસોની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પરિક્ષામાં આશરે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે ત્યારે આ ઉમેદવારોને આવવા જવામાં કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ સમયસર પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે GSRTCએ 6000 બસોની ફાળવણી કરી છે. તેમજ જરુર પડશે તો વધારાની બસો પણ મુકવામાં આવશે તેમ GSRTC દ્વારા જણાવવામાં આવ્યું છે.
8 તારીખ બપોરનાં 2 વાગ્યાંથી લાભ શરુ
ઉના ST ડેપો મેનેજરના જણાવ્યા મુજબ જુનિયર કલાર્ક ની પરીક્ષા માટે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ સહિતના અલગ અલગ સેન્ટર પર રેગ્યલુર સર્વિસમાં વધારો કરવામાં આવ્યો છે. પરિક્ષાર્થીઓ માટે વધારાની બસો મુકવામાં આવી છે. આ સર્વિસનો લાભ 8 તારીખ બપોરનાં 2 વાગ્યાંથી મળવાનો શરુ થઈ જશે.
જરુર પડશે તો વધારાની બસો પણ મુકાશે
જાણકારી મુજબ પરિક્ષાર્થીઓ માટે મુકવામાં આવેલ આ વધારાની બસો પણ ફૂલ થઈ જશે તો વધુ બસો પણ મુકવામાં આવશે. આમ જરુરીયાત પ્રમાણે દરેક જગ્યાએ ST ડેપોમાં બસો મુકવામાટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજ્યના વધુ એક શહેરમાં રખડતા શ્વાનનો આતંક : વૃદ્ધને બચકા ભરતા ઈજાગ્રસ્ત