ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના કોમી તોફાનોમાં વધુ એક ચુકાદો આવશે

  • સ્પે.કોર્ટના ઐતિહાસિક ચુકાદા પર સૌની નજર
  • 15 એપ્રિલે ખાસ કોર્ટ ચુકાદાની તારીખ કરશે જાહેર
  • નરોડા ગામ હત્યામાં કેસમાં સુનાવણી પૂર્ણ

ગુજરાતના કોમી તોફાનોમાં વધુ એક ચુકાદો આવશે. જેમાં સ્પે.કોર્ટના ઐતિહાસિક ચુકાદા પર સૌની નજર છે. તથા 15 એપ્રિલે ખાસ કોર્ટ ચુકાદાની તારીખ જાહેર કરશે. જેમાં નરોડા ગામ હત્યામાં કેસમાં સુનાવણી પૂર્ણ થઇ છે. તથા તમામ સાક્ષીઓ, દસ્તાવેજોની તપાસ પૂર્ણ થઇ છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં 136 સફાઈ કામદારોએ જીવ ગુમાવ્યા

માયા કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપી

નરોડા ગામ કેસમાં રાજકીય આગેવાનો આરોપી છે. તેમાં માયા કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપી છે. જેમાં કેસમાં કુલ 258 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. તથા ખાસ કોર્ટના 3 જજ સમક્ષ કેસ કાર્યવાહી ચાલી છે. તેમાં સુપ્રીમ કોર્ટ રચિત ખાસ SIT કોર્ટના જજ સમક્ષ અંતિમ દલીલો પૂર્ણ થઇ છે. ગોધરાકાંડ બાદના રમખાણો વખતે નરોડા ગામમાં 11ની હત્યા થયેલી હતી. ત્રણ જજો સમક્ષ સાત વર્ષથી દલીલો ચાલી, 8 કેસોના ચુકાદા આવ્યા માત્ર આ એક કેસ પડતર છે.

બચાવ માટે 50 સાક્ષીઓ કોર્ટમાં લાવીને જુબાની આપી

ગોધરા કાંડ બાદ વર્ષ 2002માં થયેલા નરોડા ગામ હત્યાકાંડ મામલે અંતિમ દલીલો પૂર્ણ થઈ છે.સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ અને SITના સ્પેશિયલ જજ શુભદા બક્ષીએ 15મી એપ્રિલના રોજ ચુકાદાની તારીખ જાહેર કરવામાં આવનાર છે.સીટના ખાસ જજ દ્વારા ચુકાદા માટે એકથી વધુ સ્ટેનોગ્રાફરની મદદ લેવામાં આવી છે. નોંધનીય છે કે, આ કેસમાં આરોપી દ્વારા બચાવ માટે 50 સાક્ષીઓ કોર્ટમાં લાવીને જુબાની આપી હતી.

નરોડા ગામમાં 11 લોકોની હત્યા થઈ હતી

ગોધરાકાંડ બાદ ફટી નીકળેલા કોમી તોફનોમાં નરોડા ગામમાં 11 લોકોની હત્યા થઈ હતી. જેમાં પોલીસ દ્વારા સ્થળ ઉપરથી 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ પછી 50થી વધુ આરોપીની તબક્કાવાર ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)ને 26-8-2008ના રોજ તપાસ સોંપવામાં આવી હતી. એસઆઈટીએ તપાસ કરીને વીએચપીના અગ્રણી જયદીપ પટેલ, માયાબહેન કોડનાની, બાબુ બજરંગી સહિત આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ. જે કેસમાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરીને જુબાની તથા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલટ તપાસ આશરે બે વર્ષ સુધી ચાલી હતી

આ કેસમાં કુલ 258 સાક્ષીઓ છે જે પૈકી જરૂરિયાત મુજબના 187 સાક્ષીઓની તપાસ કોર્ટ સમક્ષ પૂર્ણ થયા હતા. તપાસ અધિકારી પીએલ માલની 23-9-2013ના રોજ જુબાની શરૂ કરવામાં આવી હતી જેમની ઉલટ તપાસ આશરે બે વર્ષ સુધી ચાલી હતી. આ પછી સીટના સ્પેશયલ જજ પી.બી. દેસાઈની કોર્ટમાં અંતિમ દલીલો ચાલી હતી. આ વખતે વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા એમ.કે.દવેની સમક્ષ નવેસરથી દલીલો ચાલુ કરવામાં આવી હતી.જેમની પણ પોણા ત્રણ વર્ષ પહેલા બદલી થતા પ્રીન્સીપાલ અને સીટના સ્પેશિયલ જજ સુભદા બક્ષી સમક્ષ દલીલો ચાલતી હતી. જે દલીલો 5મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. ત્યારે કોર્ટે 15મી એપ્રિલના રોજ ચુકાદાની તારીખ જાહેર કરવા માટે રાખી છે.સીટ તરફથી ખાસ એડવોકેટ સુરેશભાઈ શાહ અને ગૌરાંગ વ્યાસ હાજર રહ્યા હતા.

Back to top button