ધનને તમારી તરફ આકર્ષવા ઇચ્છતા હો તો આટલુ કામ કરો
- ધન તમારી તરફ આકર્ષાય તે માટે વાસ્તુ ટિપ્સ ફોલો કરો
- ઘરમાં કુબેર યંત્ર સ્થાપિત કરો, તે સંપન્નતાનું પ્રતિક છે
- ઘર વ્યવસ્થિત અને ઘરઆંગણુ હંમેશા સ્વચ્છ રાખો
લોકો પૈસા કમાવા માટે કેટલી જહેમત ઉઠાવતા હોય છે. ઘણી વખત સખત મહેનત બાદ પણ આપણી પાસે પૈસા ટકી શકતા નથી. તેની પાછળ વાસ્તુ દોષના કેટલાક કારણો જવાબદાર છે. હંમેશા લોકો અજાણતા એવી ભુલો કરી બેસે છે જેના કારણે વાસ્તુ દોષ ઉદ્ભવે છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને આર્થિક તંગી અને સાથે જીવનમાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જો તમે પણ ધનની તંગીથી પરેશાન હો અને ધનને તમારી તરફ આકર્ષિત કરવા ઇચ્છતા હો તો વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલા કેટલાક ઉપાયો અજમાવો
કુબેર યંત્ર સ્થાપિત કરો
ભગવાન કુબેરને ધન અને સંપન્નતાનું પ્રતિક માનવામાં આવે છે. તે તમારા ઇશાન કોણનો સ્વામી છે. તેથી ઉત્તર-પુર્વ દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરવાનું શુભ માનવામાં આવ્યુ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર-પુર્વ દિશામાંથી નકારાત્મક ઉર્જાને પેદા કરનારી વસ્તુઓને હટાવી દેવી જોઇએ. જેમકે ભારે ફર્નિચર અને શુ રેક.
ઘર વ્યવસ્થિત રાખો
ઘરમાં હંમેશા લોકો સામાન જ્યાં ત્યાં છોડી દેતા હોય છે. જ્યારે વાસ્તુ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી વાસ્તુ દોષ ઉદ્ભવે છે. વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે ઘરને વ્યવસ્થિત રાખવુ જોઇએ. આમ કરવાથી ઘરની દરિદ્રતા દુર થાય છે.
લોકરને દક્ષિણ-પશ્વિમ ખુણામાં રાખો
વાસ્તુ અનુસાર ધન લાભ અને આર્થિક તંગીને દુર કરવા માટે લોકર કે તિજોરીને ઘરના દક્ષિણ-પશ્વિમ ખુણામાં રાખો. લોકર ક્યારેય પણ પશ્વિમ કે દક્ષિણ દિશા તરફ ન હોવુ જોઇએ. આ વસ્તુને નજરઅંદાજ કરવાથી નુકશાન થઇ શકે છે.
ઘર આંગણુ સ્વચ્છ રાખો
વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર સાફ-સુથરો હોવો જોઇએ. આમ કરવાથી માં લક્ષ્મીનું આગમન થાય છે અને ગૃહકલેશ ખતમ થાય છે.
કાંટાળા છોડ ન લગાવો
વાસ્તુ અનુસાર ઘરની આસપાસ હરિયાલી બનાવી રાખો અને કાંટાળા છોડ ન લગાવો. એવુ કહેવાય છે કે ઘરની આસપાસ કાંટાળા છોડ પરિવારના લોકોના ઝઘડાનું કારણ બને છે.
આ પણ વાંચોઃ 100 વર્ષ લાંબુ આયુષ્ય મેળવનાર જાપાની લોકોની હેલ્થનું આખરે શું છે રહસ્ય?