ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

આ ફળો ખાધા બાદ ભૂલથી પણ પાણી ન પીતા

Text To Speech
  • આયુર્વેદમાં ફળ ખાધા પછી પાણી પીવાની મનાઇ ફરમાવાઇ છે
  • ફળોમાં રહેલી નેચરલ મીઠાસ કે ફ્રુકટોઝ પાણી સાથે મિક્સ થઇને અનેક તકલીફો વધારે છે
  • ફળોનો રસ પાણી સાથે મિક્સ થઇને શરીરનું પીએચ લેવલ બગાડી શકે છે.

હેલ્ધી લાઇફ જીવવા માટે આયુર્વેદમાં ખાવા-પીવાને લઇને સખત પણ સરળ એવા નિયમો બનાવ્યા છે. તેનુ પાલન કરવાથી વ્યક્તિ રોગોથી દુર રહી શકે છે અને સાથે સાથે જમવાની દરેક વસ્તુની મજા લઇ શકે છે. આયુર્વેદ અનુસાર કેટલાક એવા ફળો છે જે ખાધા પછી તરત પાણી ન પીવુ જોઇએ, નહીંતો અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે. આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે જે ખાધા બાદ તરત પાણી ન પીવુ જોઇએ.

આ ફળો ખાધા બાદ ક્યારેય પાણી ન પીતાઃ થઇ શકે છે નુકશાન hum dekhenge news

આયુર્વેદમાં ફળ ખાધા પછી પાણી પીવાની મનાઇ ફરમાવાઇ છે. આવુ એટલે કેમકે ફળોમાં રહેલી નેચરલ મીઠાસ કે ફ્રુકટોઝ પાણી સાથે મિક્સ થઇને અનેક તકલીફો વધારી શકે છે. આ ઉપરાંત જ્યુસી ફળોનો રસ પાણી સાથે મિક્સ થઇને શરીરનું પીએચ લેવલ બગાડી શકે છે.આ ફળો ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીતા

આ ફળો ખાધા બાદ ક્યારેય પાણી ન પીતાઃ થઇ શકે છે નુકશાન hum dekhenge news

દાડમ

આયુર્વેદ અનુસાર દાડમ ખાધા પછી પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત આમ કરનારી વ્યક્તિને પેટના દુખાવાની સમસ્યા પણ થઇ શકે છે.

 

આ ફળો ખાધા બાદ ક્યારેય પાણી ન પીતાઃ થઇ શકે છે નુકશાન hum dekhenge news

કેળા

તમે ઘણી વાર વડીલોના મોંઢે સાંભળ્યુ હશે કે નાના બાળકોએ કેળા ખાઇને પાણી ન પીવુ જોઇએ. આમ કરવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને વ્યક્તિનુ પેટ ફુલી જાય છે.

આ ફળો ખાધા બાદ ક્યારેય પાણી ન પીતાઃ થઇ શકે છે નુકશાન hum dekhenge news

જામફળ

જામફળ ખાધા પછી તો ભુલથી પણ પાણી ન પીવુ જોઇએ, નહીંતો પાચનતંત્ર બગડી શકે છે. જામફળ ખાવાનો પણ એક સમય હોય છે, તે રાતના સમયે ન ખાવુ જોઇએ.

આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે જે ખાધા બાદ તરત પાણી ન પીવુ જોઇએ.  hum dekhenge news

કોઇ પણ ખાટુ ફળ

ખાટુ ફળ ખાવાથી તમારી ઇમ્યુનિટી મજબૂત થાય છે, પરંતુ જો તમે તેવા ફળ ખાધા બાદ તરત પાણી પી લો છો તો તમારા બોડીનું પીએચ લેવલ બગડી શકે છે. જેની અસર તમારા પાચન પર પડવાથી આ ફળ સરળતાથી પચતા નથી અને એસિડિટીનું કારણ બને છે. સંતરા, મોસંબી, આંબળા જેવા ખાટા ફળોનું સેવન કર્યા બાદ પાણી ન પીવુ જોઇએ.

આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે જે ખાધા બાદ તરત પાણી ન પીવુ જોઇએ.  hum dekhenge news

તરબૂચ

ગરમીના દિવસોમાં તમારા પાચન અને બોડીને હાઇડ્રેડ રાખવાની જવાબદારી તરબૂચની હોય છે. જો તમે તરબૂચ ખાધા બાદ પાણી પી લીધુ તો તે ફળ તમારી પાચનક્રિયાને ખરાબ કરી શકે છે.

આ પણ વાંચોઃ Twitterમાં વાદળી ચકલી પાછી ફરી, શ્વાન બન્યો માત્ર ૩ દિવસનો મહેમાન

Back to top button