બિઝનેસ

Twitterમાં વાદળી ચકલી પાછી ફરી, શ્વાન બન્યો માત્ર ૩ દિવસનો મહેમાન

  • એલન મસ્કના Twitter લોગો પર વાદળી ચકલી પરત ફરી
  • લોગો બદલ્યા પછી એલન મસ્કે એક યુઝરની મજાક ઉડાવી હતી
  • એલન મસ્કે લોગો કેમ બદલ્યો એ અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી

થોડા દિવસો પહેલા Twitterનો લોગો ચર્ચાનો વિષય બન્યો હતો જ્યારે Twitterના માલિક એલન મસ્કે Twitter બર્ડ લોગો (વાદળી ચકલી)ને બદલીને  શ્વાનનો (Dogecoin) લોગો કરી નાખ્યો હતો. એલન મસ્કને કદાચ શ્વાન ઉપર વધારે પ્રેમ છે, એલન મસ્કે અગાઉ તેના પાલતુ શિબા ઇનુ ફ્લોકીને Twitterનો CEO બનાવ્યો હતો. બદલાવ પછી, શિબા ઇનુ જ લોગો પર દેખાતો હતો. હવે એલન મસ્કએ આવું કેમ કર્યું, એના માટે તો એલન મસ્કના જુનૂન સિવાય બીજા કોઈને દોષ આપી શકીએ નહીં. હવે ફરી Twitterના લોગોની ચર્ચા શરૂ થઈ છે, કારણ કે હવે વાદળી ચકલી (બ્લુ બર્ડ) પરત ફરી છે. હવે Twitter ખરેખર Twitter જેવું દેખાય છે.

Twitterનો લોગો વેબ વર્ઝનમાં બદલાયો હતો

3 દિવસ પહેલા એલન મસ્કે Twitterની વાદળી ચકલી ઉડાડીને શ્વાનને (Dogecoin) બેસાડ્યો હતો. Twitterના આ લોગોના બદલાવથી બધા યુઝર્સ ચોંકી ગયા હતા. લોકોએ વિચાર્યું કે શ્વાન (Dogecoin)નો લોગો થોડા કલાકો સુધી રહેશે અને પછી દૂર થઈ જશે, પરંતુ એવું થયું નહીં. પછી એવું લાગવા માંડ્યું કે હવે શ્વાનનો (Dogecoin) લોગો જ Twitterની ઓળખ બની જશે. આ લોગો લગભગ 3 દિવસ સુધી રહ્યો. જોકે, શ્વાન (Dogecoin) લોગો માત્ર વેબ વર્ઝનમાં જ દેખાતો હતો.

આ પણ વાંચો : Twitterને ટક્કર આપવા માટે આવી રહી છે નવી એપ, જાણો શું ફીચર્સ હશે

લોગો બદલ્યા પછી એલન મસ્કે મજાક ઉડાવી હતી

વાસ્તવમાં, Twitter બર્ડ વાદળી ચકલીના લોગોને શ્વાનમાં (Dogecoin) બદલ્યા પછી, મસ્કે પણ તેની મજાક ઉડાવી. મસ્કે એક જૂનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં એક યુઝરે મજાકમાં કહ્યું કે એલન મસ્કે Twitter ખરીદવું જોઈએ અને લોગો બદલીને શ્વાન કરવો જોઈએ. સ્ક્રીનશૉટ શેર કરતાં તેમણે કહ્યું કે, “વાયદા મુજબ” તેણે કંપનીનો લોગો બદલ્યો છે.

 

મસ્કે Twitterનો લોગો બદલીને શ્વાન કેમ કર્યો? હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એમ કહી શકાય કે મસ્ક માત્ર ડોગેકોઈન રોકાણકારો દ્વારા તેમની સામે કરવામાં આવેલા કેસથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ, લોગોને શ્વાનમાં બદલીને, તે સાબિત કરવા માંગતો હતો કે શ્વાન વિશેની તેમની ટ્વીટ દ્વારા કોઈને છેતરવાનો પ્રયત્ન નથી.

આ પણ વાંચો : Twitter લાવશે નવું ફીચર, WhatsAppની જેમ કરી શકશો મેસેજ કે ચેટ

માત્ર સબ્સ્ક્રિપ્શનવાળા લોકોને જ બ્લૂ ટિક મળ્યું

એલન મસ્કે ખુલાસો કર્યો છે કે Twitter તમામ એકાઉન્ટ્સમાંથી બ્લૂ ટિક દૂર કરવાનું શરૂ કરશે અને વેરિફિકેશન ફક્ત તે જ લોકોને આપવામાં આવશે જેઓ Twitter બ્લૂ સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરે છે. ભારતમાં, Twitter તેના બ્લૂ વેબ સબ્સ્ક્રિપ્શન માટે યુઝર્સ પાસેથી દર મહિને આશરે રૂ. 600 વસૂલ કરે છે, જ્યારે મોબાઇલ યુઝર્સએ બ્લુ ટિક માટે દર મહિને રૂ. 900 ચૂકવવા પડે છે.

Back to top button