- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના પર આપ્યું નિવેદન
- 10 અને 11મી એપ્રિલે કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ યોજાશે
- ગુજરાતમાં કોરોનાના કેસ વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર : આરોગ્યમંત્રી
રાજ્યમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે આ વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યમાં કોરોના કેસ વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. તેમજ તેમણે આગામી 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ યોજવામા આવશે તેમ પણ જણાવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી બેઠક
આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી હતી. જેમાં તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથે આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી હતી. આ બેઠકમાં હોસ્પિટલોમાં ટેસ્ટિંગ અને મોકડ્રીલ અંગે ચર્ચા કરવામા આવી હતી.
આરોગ્ય મંત્રીએ આપ્યું આ મહત્વનું નિવેદન
રાજ્યમાં કોરોના પર આરોગ્ય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે XBB 1.6 સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળ્યો છે. અને દેશ અને રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. તેવામાં આગામી 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવશે. આ સાથે આરોગ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું હતુ કે ગુજરાતમાં કોરોનાના કેસ વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. આરોગ્ય મંત્રીએ કોરોના રસી અંગે જણાવ્યું હતુ કે હાલ કેન્દ્ર પાસે વેક્સિનની માગ કરવામાં આવી છે અને જલદી વેક્સિન મળી પણ જશે.
આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણી હવે ગુજરાતી નેતાઓના ભરોસે ! આટલા નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી