આજથી ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ , વિનોદ ચાવડાએ લીલીઝંડી બતાવી કરાવ્યો શુભારંભ
- આજથી ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરુ
- સાંસદ વિનોદ ચાવડાએ લીલીઝંડી બતાવી કરાવ્યો પ્રારંભ
- છેલ્લા ઘણા સમયથી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની માંગ
આજથી કચ્છથી અમદાવાદને જોડતી ભુજ-સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેનનો પ્રારંભ કરવામા આવ્યો છે. આજે કચ્છના સાંસદે વિનોદ ચાવડાએ ટ્રેનને લીલીઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો છે. આજથી ભુજ સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થતા સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનનો પ્રારંભ
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ ટ્રેનને શરુ કરવા માટે માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે આજે આ ટ્રેનનો સાંસદ વિનોદ ચાવડાએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો છે. ટ્રેનનો પ્રારંભ કરાવતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, ‘કચ્છને અમદાવાદ સાથે જોડતી એક નવી ટ્રેનની ભેટ મળી છે. આ બદલ હુ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનું છું.’
ટ્રેનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ
વધુમાં વિનોદ ચાવડાએ જણાવ્યું હતુ કે ‘લોકોની માંગને ધ્યાનમાં રાખીને આજથી ભુજ-સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે.જેથી હુ જનતાને અપીલ કરી છું કે તેઓ વધુમાં વધું આ ટ્રેનનો ઉપયોગ કરે અને ટ્રેનનો લાભ લે’આ સાથે તેઓએ આવનાર સમયમાં આ ટ્રેન કાયમી કાર્યરત રહે તેવા પ્રયાસ કરવાનું પણ જણાવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી માંગ
ભુજ અને અમદાવાદ વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર થતી હોય છે અને સ્થાનિક લોકોને અમદાવાદથી કચ્છ જવા અને કચ્છથી અમદાવાદ આવવા જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી કચ્છવાસીઓ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા, જેથી આ બાબતે કચ્છના સાંસદે કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરી હતી. જેથી લોકોની માંગણીને સ્વીકારીને ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. ભુજ-અમદાવાદ ટ્રેન ચાલુ થતાં હવે લોકોના ભાડા અને સમયની બચત થશે.
જાણો ટ્રેનનો સમય
ભુજ-અમદાવાદ ટ્રેન ભુજથી સવારે 6 : 45 મિનિટે નીકળી બપોરે 1:30 વાગે સાબરમતી પહોંચશે. અમદાવાદથી સાંજના 5:40મિનિટે નીકળી અને રાતના 11:30વાગે ભુજ આવી પહોંચશે.
આ પણ વાંચો : સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓએ મંદિરમાંથી 45 લાખના સોનાની કરી ચોરી