ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

દાહોદ : ‘નલ સે જલ’ યોજના અંતર્ગત નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 6 શ્રમિકો ઘાયલ

Text To Speech
  • દાહોદમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો
  • આમલી ખજુરીયા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ
  • દુર્ઘટનામાં 6 મજુરો ઈજાગ્રસ્ત 4ની હાલત ગંભીર

દાહોદના આમલી ખજુરીયમાં નલ સે જલ યોજના હેઠળ નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં પાણીના ટાંકીનું કામ કરતા 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતા 6 શ્રમિકોને ઈજા

દાહોદમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં દાહોદના આમલી ખજુરીયા ગામે નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતા 6 શ્રમિકોને ઈજા પહોંચી છે. આ તમામ શ્રમિકોને હાલ સારવાર અર્થે હોસ્પિ્ટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 4 શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ સ્લેબ ધરાશાઈ-humdekhengenews

4 શ્રમિકોની હાલત ગંભીર

પ્રાપ્ત જાણકારી મુજબ દાહોદ જિલ્લાના આમલી ખજુરીયા ગામે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શ્રમિકો આજે કામ કરી રહ્યા હતા આ દરમિયાન એકાએક પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો.આ સ્લેબ ધરાશાયી થતા 6 જેટલા શ્રમિકો દટાયા હતા. આ ઘટનાને પગલે્ સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને શ્રમિકોની તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Weather Update : હવામાનનો મિજાજ બદલાશે, હવે ગરમીનો પારો વધશે !

Back to top button