ગુજરાત

ગુજરાત: સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ધસારો

Text To Speech
  • સ્ટેમ્પ મેળવી દસ્તાવેજ કરાવવા માટે મિલકત ધારકોનો ધસારો
  • નવી જંત્રીનો અમલ થાય તે પૂર્વે સ્ટેમ્પનું ભારણ
  • સબ રજિસ્ટ્રાર કચેરીમાં સવારના 11.00 કલાકથી જ ધસારો જોવા મળે છે

ગુજરાતમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ધસારો જોવા મળ્યો હતો. નવી જંત્રીનો અમલ સ્થગિત થવાનું પરિણામ છે. તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ ઉપર કાર્યબોજનું ભારણ પણ વધ્યું છે. તેમજ સ્ટેમ્પ મેળવી દસ્તાવેજ કરાવવા માટે મિલકત ધારકોનો ધસારો વધ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કુપોષિત મહિલાઓમાં વધારો થયો, કરોડો રૂપિયાનું પોષણ અભિયાન પાણીમાં ગયું 

સ્ટેમ્પ મેળવી દસ્તાવેજ કરાવવા માટે મિલકત ધારકોનો ધસારો

નવી જંત્રીના અમલ આડે ગણતરીના દિવસો બાકી હોવાના કારણે દસ્તાવેજોની નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન મેળવવા અને ત્યારબાદ, સ્ટેમ્પ મેળવી દસ્તાવેજ કરાવવા માટે મિલકત ધારકોનો ધસારો વધ્યો છે. દસ્તાવેજો કરાવવાના ધસારાને કારણે સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ ઉપર કાર્યબોજનું ભારણ પણ વધ્યું છે. જોકે, સ્થાનિક ધારાસભ્યની રજૂઆતને પગલે ટોકનમાં વધારો પણ કરાયો છે. જેથી નવી જંત્રીનો અમલ થાય તે પૂર્વે સ્ટેમ્પનું ભારણ વેઠવું ન પડે.

આ પણ વાંચો: ગુજરાતની આ પાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેન માત્ર શોભાના ગાંઠિયા 

સબ રજિસ્ટ્રાર કચેરીમાં સવારના 11.00 કલાકથી જ ધસારો જોવા મળે છે

મહેસાણા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 50 ટોકન વધારાયા છે. રજાના દિવસે પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂ.1.94 કરોડના 395 દસ્તાવેજ થયા હતા. 15મી એપ્રિલ સુધી નવી સુધારેલી જંત્રીનો અમલ સ્થગિત છે. નવી જંત્રીના કારણે મિલકતોની કીંમતો ઊંચકાઈ છે. સ્ટેમ્પ ડયૂટીના વધારાના બોજથી બચવા માટે મિલકતોના દસ્તાવેજોનું પ્રમાણ અનેક ગણું ઊંચકાયું છે. અગાઉ 50 થી 55 જેટલા ટોકન લીધા બાદ પણ દસ્તાવેજ નોંધણી કરવામાં ટાળવામાં આવતું હતું. પરંતુ, નવી જંત્રીનો અમલ સ્થગિત કરવામાં આવ્યા બાદ દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ વધ્યું છે અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં સવારના 11.00 કલાકથી જ ધસારો જોવા મળે છે.

Back to top button