- કુપોષિત મહિલાઓમાં 10.10 ટકાનો વધારો થયો
- મહિલા બાળ કલ્યાણ વિભાગ રૂપિયા 1200 કરોડથી વધારે ખર્ચો
- મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં બેથી ચાર ટકા જેટલો જ વધારો
ગુજરાતમાં કુપોષિત મહિલાઓમાં વધારો થયો છે. જેમાં કરોડો રૂપિયાનું પોષણ અભિયાન પાણીમાં ગયું છે. તેમજ સરકારે વિતરણ કરેલી આયર્ન, ફોલિક એસિડની ટેબલેટની કોઈ અસર થઈ નહીં. તથા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં બેથી ચાર ટકા જેટલો જ વધારો છે.
આ પણ વાંચો: જુનિયર કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ કરનારને થશે 3થી 10 વર્ષની જેલની સજા
કુપોષિત મહિલાઓમાં 10.10 ટકાનો વધારો થયો
ગુજરાતમાં પાંચ જ વર્ષમાં 15થી 49 વર્ષ સુધીની કુપોષિત મહિલાઓમાં 10.10 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દાયકાઓથી કુષોપણ નાબૂદ કરવા કરોડો રૂપિયાના ખર્ચે અભિયાનો ચાલી રહ્યા છે. આ અભિયાનો કાગળ, મંત્રીઓ, નેતાઓના ભાષણમાં રહ્યા છે. એટલુ જ નહી, સરકારી તંત્રમાં પોષણ અભિયાનો ભ્રષ્ટાચારમાં કઈ હદે ગળાડુબ છે તેનો વધુ પુરાવો ભારત સરકારે જાહેર કરેલી માહિતીમાંથી બહાર આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: ત્રણ વર્ષમાં સાઇબર ક્રાઇમના ગુનાનો આંકડો જાણી રહેશો દંગ
મહિલા બાળ કલ્યાણ વિભાગ રૂપિયા 1200 કરોડથી વધારે ખર્ચો
રાજ્યમાં મહિલાઓમાં કુપોષણ નાબૂદ કરવા દરવર્ષે આરોગ્ય અને મહિલા બાળ કલ્યાણ વિભાગ રૂપિયા 1200 કરોડથી વધારે ખર્ચો કરે છે. પોષણયુક્ત આહાર ઉપરાંત સરકારી રાહે આયર્ન અને ફોલિક એસિડની ટેબલેટનું પણ વિતરણ થાય છે. જેની કોઈ જ અસર ગુજરાતમાં કુપોષણથી પિડાતી મહિલાઓને થઈ રહી નથી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બુધવારે જાહેર કરેલી માહિતી મુજબ વર્ષ 2015-16માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે- NFSHમાં ગુજરાતમાં 15થી 49 વર્ષની 54.90 ટકા મહિલાઓ કુપોષણથી પિડિત હોવાનું તારણ બહાર આવ્યુ હતુ. જે વર્ષ 2019- 21ના NFSHમાં વધીને 65 ટકાએ પહોંચ્યુ છે. જે દેશમાં સૌથી મોટો ઉછાળો છે. કારણ કે, હરિયાણ, હિમાચલ પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં આ પાંચ- છ વર્ષના સમયગાળામાં કુપોષણ ઘટયુ છે. જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં બેથી ચાર ટકા જેટલો જ વધારો છે.