ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: રામાયણના પાત્ર ભજવનાર બાળકોને રોટરી ડિવાઈન ક્લબ દ્વારા પ્રોત્સાહિત કરાયા

Text To Speech

પાલનપુર: રોટરી ક્લબ ડિવાઈન દ્વારા સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક અને આરોગ્યને લગતા સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા બાળકો કે જેઓએ રામાયણના પાત્રો ભજવ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ-humdekhengenews

તેમને વિશેષ પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . આ કાર્યક્રમમાં પ્રમુખ ડૉ.બિનલબેન માળી, મંત્રી‌ હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન અલ્પાબેન શાહ ,વર્ષાબેન પટેલ અને કાંતાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી કિશોરભાઈ માળી, ડીસા નગર મંત્રી પ્રવીણભાઈ પંચાલ સહમંત્રી અલ્પાબેન શાહ તેમજ અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.

આ પણ વાંચો :કોરોના વધતા કેસ વચ્ચે IIT કાનપુરના પ્રોફેસરનો દાવો, દરરોજ આટલા કેસ વધવાનું અનુમાન

Back to top button