ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આ સ્થળે બની રેપ વિથ મર્ડરની ઘટના : નરાધમને ફાંસી આપવાની ઉઠી માંગ

Text To Speech
ગુજરાતમાં આજે રેપ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં આઠ વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ આચરી પાડોશી શખસે તેની હત્યા કરી નાંખી પકડાઈ જવાની બીકે તેનો મૃતદેહ ગામની સીમમાં દાટી દીધો હતો. આ બનાવમાં પોલીસે નરાધમને પકડી પાડતા ગ્રામજનોએ તેની ફાંસીની માંગ કરી છે.
ક્યાં બની ઘટના ? કોણ છે આરોપી ?
રેપ વિથ મર્ડરની આ ચકચારી ઘટના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં બની છે. ગામમાં વસવાટ કરતો એક યુવક મુંબઈ ખાતે કમાવવા ગયો હોય અને ગામમાં તેની પત્ની તથા બાળકો એકલા રહેતા હોય ત્યારે તેની પત્ની ગામમાં કોઈ કામ સબબ બહાર ગઈ હતી તેવામાં ઘરે એકલી રહેલી આઠ વર્ષની દીકરીને એક પાડોશીએ સેવ લઈ આવવા માટે મોકલી હતી. બાળકી વસ્તુ લેવા ગઈ ત્યારે તેના બીજા પાડોશી શામજી ભીમાભાઈ સોલંકીએ આ બાળકીને પૈસા આંપી તેમના માટે બીડી- બાકસ મંગાવ્યા હતા. બાદમાં બજારમાંથી વસ્તુઓ લઈ બાળકી બીડી-બાકસ દેવા ઘરમાં ગઇ એ સમયે ઘરમાં એકલો હોવાથી શામજીએ પોત પ્રકાશ્યુ હોય તેમ બાળકીને અંદર ખેચી દરવાજો બંધ કરી માસુમ ઉપર દુષ્કર્મ આચાર્યુ હતુ.
પોતે પકડાઈ જશે તેવી બીકથી બાળકીને તેણે ગળેટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને તેનો મૃતદેહ કોથળામાં પેક કરી ગામની સીમમાં અવાવરૂ જગ્યા પર દાટી દીધો હતો. દરમિયાન બાળકીની માતાએ આવી ઘરમાં જોયું તો દીકરી ક્યાંય જોવા ન મળતા આસપાસ તપાસ કરી તો પાડોશીએ તેને કહ્યું કે તેમણે સેવ લેવા મોકલી હતી પણ તે પરત આવી જ નથી. જેથી તેણીએ દીકરીને ગામમાં શોધતા અવાવરૂ જગ્યાએથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા બનાવ પાછળ શામજી સોલંકીનો હાથ હોવાનું જાણવા મળતા તેની તેના જ ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લેતા આ હીન કૃત્ય બદલ તેને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Back to top button