અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: ચંદ્રનગર બ્રિજ પર ઓઇલ ઢોળાતા વાહનચાલકો લપસ્યા

Text To Speech

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાંસવારથી અટકી-અટકીને ઝરમર-ઝરમર વરસાદ થઈ રહ્યો છે. આવામાં રસ્તાઓ ભીના હતા તેવામાં પાલડના ચંદ્રનગરના આંબેડકર બ્રિજ પર ઓઈલ ઢોળાવાની ઘટના બની હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. 9 વાગ્યાની આસપાસ આંબેડકર બ્રિજ પર ઓઈલ ઢોળાવાની ઘટનાના લીધે એક પછી એક ટુ-વ્હીલર લઈને જતા વાહનચાલકો કાબૂ ગુમાવી દેતા રસ્તા પર ફસડાઈ પડતા હતા. આ ઘટનામાં કેટલાક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી. સવારમાં ઓફિસ જવા માટે નીકળેલા લોકો ઓઈલ ઢોળાયાની ઘટનાથી અજાણ હતા અને લપસી પડ્યા હતા, વાહનચાલકો લપસી પડતા હળવો ટ્રાફિક જામ થયો હતો અને અન્ય વાહનચાલકોએ ગતિ ઘટાડીને પોતાનું વાહન સાવધાની પૂર્વક ચલાવવા લાગ્યા હતા.

 

વરસાદના લીધે ભીના થયેલા રોડ પર ઓઈલ જેવું કોઈ કેમિકલ ઢોળાયું હોવાનું જણાયું હતું. ત્યારે આ કેમિકલ કોઈ ટેંકરમાંથી નહીં પરંતુ વાહનમાં જે ઓઈલ ચોંટ્યું હોય તે જ રસ્તા પર ઢળવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, કેટલાક વાહનચાલકો પડી ગયા પછી અન્ય વાહનચાલકોએ તકેદારી રાખવાનું શરુ કર્યું હતું.

પોતાના વાહન પરથી કાબૂ ગુમાવીને અચાનક રોડ પર લપસી પડેલા વાહન ઘાયલ થતા ડિવાઈડર તથા રોડની સાઈડમાં બેસી પડ્યા હતા. આ વાહનચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ પછી કેટલાક લોકોએ વધુ લોકોને નુકસાન ના થાય અને લપસવાની ઘટના ના બને તે માટે અન્ય વાહનચાલકોનું ઓઈલ ઢોળાયેલી ઘટના તરફ ધ્યાન દોર્યું હતું, જેથી તેઓ લપસી ના પડે. રસ્તા પર લપસી પડવાની ઘટના બાદ લોકોએ આ અંગે તંત્રનું ધ્યાન દોરવા માટેના પણ પ્રયાસ કર્યા હતા.

Back to top button