બનાસકાંઠા: જિલ્લામાં હનુમાન જયંતીની ઉમંગભેર ઉજવણી, દર્શન માટે ભક્તોની ભીડ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં પવનપુત્ર હનુમાનજી ના મંદિરોમાં હનુમાન જયંતિને લઈને વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અંબાજી હનુમાન મંદિર, પાલનપુરના કંથેરિયા હનુમાન, વાદિલા કાળા હનુમાન, વિજય હનુમાન, તેમજ ડીસાના ત્રણ હનુમાનજીના મંદિરમાં સવારથીજ ભક્તોની દર્શન માટે ભીડ જામી હતી. જયારે આ મંદિરોમાં હનુમાનજીને શણગાર કરવામાં આવ્યો હતો. અને વિશેષ પૂજા – અર્ચના કરવામાં આવી હતી. તો ક્યાંક હનુમાન ચાલીસા અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં આવેલ શ્રી રોકડીયા હનુમાનના મંદિરે ચૈત્ર સુદ – 15 પૂનમને ગુરુવારના રોજ સવારે યજ્ઞ યોજાયો હતો.
પાલનપુર ડીસા, અંબાજી, થરાદમાં હવન અને પૂજા અર્ચના
જેની બપોરે પુર્ણાહુતી કરવામાં આવી હતી. હનુમાન જન્મ જયંતી નિમિત્તે ડીસા શહેર તેમજ આજુબાજુના ગામોની ધર્મપ્રેમી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડીને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. જ્યારે રાત્રે સુંદરકાંડના પાઠનું પઠન કરવામાં આવનાર છે. આ સમગ્ર કાર્યક્રમ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટીઓએ સારી વ્યવસ્થા કરી ધર્મપ્રેમી ભાવિભક્તોને દર્શન તેમજ પ્રસાદનો સારો લાભ લીધો હતો.
આ પણ વાંચો :બનાસકાંઠા: લાખણીના મોટાકાપરા, લાલપુરમાંથી બે મુન્નાભાઈ ઝડપાયા