પ્રભાસની ફિલ્મ ‘આદિપુરૂષ’નું નવુ પોસ્ટર રિલીઝઃ કોણે ભજવ્યુ હનુમાનજીનું પાત્ર?
- ‘આદિપુરૂષ’ના નવા પોસ્ટરમાં દેવદત્ત પ્રભુ શ્રીરામના ધ્યાનમાં મગ્ન છે.
- ‘આદિપુરૂષ’ થિયેટર્સમાં 16 જુન, 2023ના રોજ રિલીઝ થઇ રહી છે.
- દેવદ્તની ઝલક જોયા બાદ લોકો જય શ્રી રામ અને હનુમાનના નારા લગાવી રહ્યા છે.
બાહુબલી અભિનેતા પ્રભાસની આતુરતાથી રાહ જોવાતી ફિલ્મ ‘આદિપુરૂષ’નું નવુ પોસ્ટર રિલીઝ થઇ ચુક્યુ છે. હનુમાન જયંતિના અવસરે મેકર્સે હનુમાનજીનો લુક રિવીલ કર્યો છે. ફિલ્મનુ આ મહત્ત્વનું પાત્ર દેવદત્ત નાગે ભજવી રહ્યો છે. હનુમાન બનેલા દેવદત્તને આ રૂપમાં જોવા તેમના ફેન્સ માટે મોટી ટ્રીટ છે.
‘આદિપુરૂષ’ના નવા પોસ્ટરમાં દેવદત્ત પોતાના પ્રભુ શ્રીરામના ધ્યાનમાં છે. આ તસવીરમાં દેવદત્તની સાથે પ્રભાસની બેકગ્રાઉન્ડમાં ઝલક જોવા મળે છે. શાનદાર પોસ્ટરને શેર કરતા પ્રભાસે લખ્યુ છે, રામના ભક્ત અને રામકથાના પ્રાણ…જય પવનપુત્ર હનુમાન!
Ram ke Bhakt aur Ramkatha ke praan…
Jai Pavanputra Hanuman!राम के भक्त और रामकथा के प्राण…
जय पवनपुत्र हनुमान!#Adipurush #JaiShriRam #JaiBajrangBali #HanumanJanmotsav#Adipurush releases globally IN THEATRES on June 16, 2023.#Adipurush #Prabhas @omraut #SaifAliKhan pic.twitter.com/OqPQesQK0s— Kriti Sanon (@kritisanon) April 6, 2023
‘આદિપુરૂષ’ થિયેટર્સમાં 16 જુન, 2023ના રોજ રિલીઝ થઇ રહી છે. તેને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. આ પોસ્ટરને ફેન્સનો થમ્સ અપ મળી રહ્યો છે. હનુમાન બનેલા દેવદ્તની ઝલક જોયા બાદ લોકો જય શ્રી રામ અને હનુમાનના નારા લગાવી રહ્યા છે.
કોણ છે હનુમાનજીનું પાત્ર ભજવતા દેવદત્ત ગજાનન નાગે?
ઓમ રાઉત દિગ્દર્શિત ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસ રામ તરીકે, સૈફ અલી ખાન રાવણના રોલમાં, કૃતિ સેનન માતા સીતાના રોલમાં અને દેવદત્ત ગજાનન નાગે રામ ભક્ત હનુમાનના પાત્રમાં જોવા મળે છે. હનુમાનની ભૂમિકામાં દેવદત્ત ગજાનન નાગેને દર્શકો પહેલી નજરે ઓળખી શક્યા નહીં. દેવદત્ત ગજાનન નાગે મરાઠી ફિલ્મો અને સિરિયલોના પ્રખ્યાત અભિનેતા છે. તેણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
રામનવમીએ પોસ્ટર કર્યુ હતુ રીલીઝ
રામ નવમીની સવારે બાહુબલી ફિલ્મના ફેમ એકટર પ્રભાષ એ આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તમામ સ્ટાર્સ રામ દરબારના પોઝમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટર રીલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.
આ પણ વાંચોઃ Karnataka : શિવમોગ્ગાના વકીલે કિચ્ચા સુદીપની ફિલ્મોના પ્રસારણ પર પ્રતિબંધની માંગ કરી