ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

Hotel Taj Ahmedabad : ફાઇવ સ્ટાર હોટલમાંથી હોટલ માલિક સહિત જુગારીઓ ઝડપાયા

Text To Speech

અમદાવાદના બહુ ચર્ચિત રોડ એવા સિંધુભવન રોડ પર અવારનવાર કઈકને કઇંક બનાવો બનતા રહે છે ત્યારે આજે મોટા સમાચાર સામે આવ્યા છે. સિંધુભવન રોડ પર આવેલ ફાઇવ સ્ટાર હોટલ તાજમાંથી હોટલ માલિક સહિત જુગાર રમતા કેટલાક જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Junior Clerk : પેપર લીક કેસમાં ATSએ 10થી વધુ આરોપીની કરી ધરપકડ

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ ચોક્કસ બાતમીના આધારે ફાઇવ સ્ટાર હોટલ તાજમાં દરોડા પડ્યા હતા, આ દરોડામાં જુગારીઓ પાસેથી પોલીસ 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ ઝડપાયેલા જુગારીઓમાં મોત માથાઓ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ઝડપાયેલ જુગારીઓમાં તાજ હોટલનો માલિક કૈલાસ ગોયેન્કા ઝડપાયો છે. જુગારીઓ પોતાના બચાવ માટે ઘણું પ્રેશર પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

ઝડપાયેલા જુગારીઓ :

(1) કૈલાશભાઈ રામ અવતાર ગોયેંકા, તાજ હોટલ ના માલિક ઉંમર વર્ષ- 57, રહે- બંગલા નંબર 2 સંકલ્પ રાજપથ ક્લબની બાજુમાં એસજી હાઇવે સેટેલાઈટ અમદાવાદ શહેર
(2) શંકરભાઈ મોહનભાઈ પટેલ ઉંમર વર્ષ 57 રહે મકાન નંબર 25 સર્વોદય વિભાગ એક વ્યયંગદેવ ચાર રસ્તા અગ્રવાલ ટાવરની સામે ઘાટલોડીયા અમદાવાદ શહેર
(3) હસમુખભાઈ મફતલાલ પરીખ ઉંમર વર્ષ 56 રહેવાસી મકાન નંબર 2 અભિશ્રી રેસીડેન્સી બંગ્લોઝ વિભાગ એક કાન્તમ પાર્ટી પ્લોટ ની પાછળ તાજ હોટેલ પાસે બોડકદેવ અમદાવાદ શહેર
(4) અજીતભાઈ શાંતિલાલ શાહ, ઉંમર વર્ષ 49 રહે- એ 202 અલ્ટિસ-1 એપાર્ટમેન્ટ હેબતપુર રોડ સુવર્ણવિલા બંગલોઝ ની સામે સોલા અમદાવાદ શહેર
(5) કનુભાઈ અંબાલાલ પટેલ, ઉમર વર્ષ 58 રહે- મકાન નંબર 25 શુભ લાભ સોસાયટી સત્તાધાર ચાર રસ્તા પાસે સોલા રોડ અમદાવાદ શહેર
(6) ભાવિન ઇન્દ્રજીતભાઈ પરીખ, ઉ.વ- 47, રહે બંગલા નંબર- 2 સામવેદ માનસી કોમ્પલેક્ષની બાજુમાં સેટેલાઈટ અમદાવાદ શહેર
(7) પ્રદીપ રામભાઈ પટેલ, ઉં.વ-59, મ.નં. સી/૯, ડિવાઇન આઇલેન્ડ સાયન્સ સિટી સોલા અમદાવાદ શહેર
(8) ભરતભાઈ મણીલાલ પટેલ, ઉં.વર્ષ-59 રહેવાસી મકાન નંબર 62 કલહાર એક્ઝોટિકા, સાયન્સ સિટી, સોલા અમદાવાદ શહેર
(9) જગદીશભાઈ ભગવાનભાઈ દેસાઈ, ઉં.વ-59 રહેવાસી બંગલા નંબર 19 હાર્મની બંગ્લોઝ ભાડજ અમદાવાદ શહેર
(10) નરેન્દ્રભાઈ જીવણલાલ પટેલ ઉંમર વર્ષ 57 રહેવાસી મ.નં.બી/21 બેલેવ્યુ ફાર્મ, લપકામણ, વડસર, તાલુકા દસ્ક્રોઇ ઘાટલોડિયા જીલ્લો અમદાવાદ

Back to top button