ગુજરાત રાજ્યમાં 29 જાન્યુઆરી2023 ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જુનિયર ક્લાર્કના પેપરમાં અંદાજે 9.50 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને પેપરના દિવસે સવારે પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.જુનિયર ક્લાર્ક પેપર લીક થયા બાદ લાખો વિદ્યાર્થીઓને નિરાશા સાથે ઘરે જવું પડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. પેપર લિકની ઘટનાની તપાસ ગુજરાત ATS દ્વારા ઘણા સમયથી કરવામાં આવી રહી છે ત્યારે આજે ગુજરાત ATSને પેપર લીક મામલે મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ અત્યાર સુધી 10થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ATS પણ કાર્યવાહી કરવામાં કોઈ કશર ન રાખતા આજે વધુ 30 જેટલા આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ વધુ તપાસમાં અન્ય નામો ખૂલવાની ગુજરાત ATSને શંકા છે. અગાઉ ગુજરાત ATS દ્વારા કોલકત્તાથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ મૂળ બિહારના હતા અને વડોદરા ખાતે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું. નિશિકાંતસિંહા કુશવાહ અને સુમિતકુમાર રાજપૂત નામના બંને આરોપીઓને પેપરલીક કાંડમાં ઝડપી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : King of Sarangpur : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા
ઉલ્લેખનીય છે કે સમગ્ર પેપરકાંડ વડોદરા શહેરમાં ભાસ્કર ચૌધરીની ઓફિસથી પકડાયું હતું અને ગુજરાત ATS આ મામલે તપાસ પણ બારીકાઈથી કરી છે ત્યારે એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં ગુજરાત ATS ને મોટી સફળતા મળી રહી છે.