ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ 2022માં 9માં ક્રમનું સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું

Text To Speech
  • એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલે આંકડા જાહેર કર્યા
  • એરપોર્ટે 2022ના સમયગાળા દરમિયાન 5.94 કરોડ મુસાફરોને હેન્ડલ કર્યા
  • દિલ્હી એરપોર્ટ 2019માં 17માં અને 2021માં 13માં સ્થાનેથી સુધર્યું

રાજધાની દિલ્હીમાં સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) વર્ષ 2022માં વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં નવમા ક્રમે છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) એ આ અંગેના આંકડા જાહેર કર્યા છે. ACIના ડેટા અનુસાર, દિલ્હી એરપોર્ટે આ સમયગાળા દરમિયાન 5.94 કરોડ મુસાફરોને હેન્ડલ કર્યા હતા.

ક્યુ એરપોર્ટ પ્રથમ ક્રમે છે ?

ACIએ જણાવ્યું હતું કે 2022 માં, હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (93.7 મિલિયન મુસાફરો) વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં પ્રથમ ક્રમે છે. તે પછી ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ (73.4 મિલિયન મુસાફરો), ડેનવર એરપોર્ટ (69.3 મિલિયન મુસાફરો) ત્રીજા અને શિકાગો ઓ’હારે એરપોર્ટ (68.3 મિલિયન મુસાફરો) ચોથા સ્થાને છે.

આ છે વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટ

રટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ

ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ

ડેનવર એરપોર્ટ

શિકાગો ઓ’હારે એરપોર્ટ

દુબઈ એરપોર્ટ

લોસ એન્જલસ, કેલિફોર્નિયા

ઇસ્તંબુલ એરપોર્ટ

હીથ્રો એરપોર્ટ, લંડન

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી

પેરિસ ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ

એરપોર્ટની સ્થિતિ 2019-2021 કરતા સુધરી

IGI ઓપરેટર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં એકમાત્ર એરપોર્ટ છે જે ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. માહિતી અનુસાર, ‘દિલ્હી એરપોર્ટ 2019માં 17માં અને 2021માં 13માં સ્થાનેથી સુધર્યું છે. ACI રિપોર્ટ અનુસાર, દિલ્હી એરપોર્ટે 2022માં 5.94 કરોડથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા હતા.

Back to top button