ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે અધધ.. 119 ફોર્મ ભરાયા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી માટે અધધ….119 ફોર્મ ભરાયા હતા. માર્કેટ યાર્ડની ચૂંટણી માટે પ્રથમ વખત ત્રણ પેનલો હરીફમાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.

ખેડૂત વિભાગ માટે 91, વેપારી વિભાગમાં 23 અને મંડળી વિભાગમાં 5 ફોર્મ ભરાયા

ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી માટે ફોર્મ ભરવાના દિવસે સાંજે 5:00 વાગ્યા સુધીમાં 119 ફોર્મ ભરાયા હતા. જેમાં ખેડૂત વિભાગ માટે 91 ફોર્મ, ખરીદ વેચાણ મંડળી માટે 5 ફાર્મ તેમજ વેપારી વિભાગ માટે 23 ફોર્મ ભરાયા હતા. ડીસા માર્કેટ યાર્ડ ની ચૂંટણી માટે પ્રથમ વખત ફોર્મ ભરવામાં ભારે ઘસારો જોવા મળ્યો હતો.

માર્કેટયાર્ડની-humdekhengenews

 

આ વખતે ભાજપ પ્રેરિત, કોંગ્રેસ પ્રેરિત તેમજ અન્ય એમ ત્રણ પેનલો બનવાની સંભાવના છે. માર્કેટ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ પોતાના મેન્ડેટ વાળા ઉમેદવારોને ઊભા રાખશે જેના કારણે ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે. આજે ફોર્મ ભરાયા બાદ ગુરુવારે ફોર્મની ચકાસણી થશે, જ્યારે સોમવારે ફોર્મ પરત ખેંચાયા બાદ આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે તેમજ તારીખ 17 એપ્રિલે માર્કેટયાર્ડ ખાતે ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો :પાકિસ્તાનના GDPમાં ભારે ઘટાડાનું વિશ્વ બેંકનું અનુમાન, ગરીબીનો દર વધવાની આશંકા

Back to top button