શાહિદ કપૂરે ગધેડા પર સવાર થઈને IIFA સ્ટેજ પર મારી એન્ટ્રી!
કોરોના કાળના 2 વર્ષ પછી ફરી એકવાર આઈફા એવોર્ડની ઉજવણી કરવામાં આવી છે. 2 જૂનથી 4 જૂન દરમિયાન અબુ ધાબીમાં આયોજિત IIFA એવોર્ડ્સના ખાસ અવસર પર સ્ટાર્સ તેમના આકર્સક આઉટફીટમાં પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર મીડિયા ઈન્ટરએક્શન કરતા ઘણા સ્ટાર્સના વીડિયો અને તસવીરો વાયરલ થઈ હતી. પરંતુ આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં શાહિદ કપૂર અને ફરહાન અખ્તર ગધેડા પર શાનદાર એન્ટ્રી લેતા જોવા મળે છે. આ ફની વીડિયો જોઈને ફેન્સ પોતાનું હાસ્ય રોકી શકતા નથી.
ફરહાન અને શાહિદ સૂટ-બૂટ પહેરીને ગધેડા પર સવાર થઈને IIFA એવોર્ડ્સમાં પહોંચ્યા
શાહિદ કપૂર અને ફરહાન અખ્તરનો આ ફની વીડિયો IIFA એવોર્ડ્સના Instagram ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શાહિદ કપૂર બેજ અને ફરહાન અખ્તર બ્લૂ સૂટમાં ટીપ-ટોપ થઈને આવ્યા છે. પરંતુ આ વીડિયોમાં જે વાત લોકોનું ધ્યાન ખેંચી રહી છે તે છે ગ્રીન કાર્પેટ પર બંને સ્ટાર્સની ગધેડા સવારી.
ફરહાન અખ્તરે શાહિદ કપૂરને પપ્પુ કહ્યું
ફરહાન અખ્તર અને શાહિદ કપૂર ગધેડા પર સવાર થઈને પણ તેમના ચાહકોનું મનોરંજન કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. ફરહાન અખ્તર શાહિદ કપૂરને ‘પપ્પુ’ કહીને બોલાવતો જોવા મળે છે. પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે આ વર્ષના આઈફા એવોર્ડ્સનો વીડિયો છે. તો એવું બિલકુલ નથી. આ વીડિયો 2016 આઈફાનો છે, જેને શાહિદ કપૂર અને ફરહાન અખ્તરે સંયુક્ત રીતે હોસ્ટ કર્યો હતો. આ વીડિયો સિવાય IIFA મેકર્સે ઘણા જૂના વીડિયો પણ શેર કર્યા છે.
કલર્સ પર 25 જૂને પ્રસારિત થશે
ચાહકો ફરી એકવાર તેમના પ્રિય સ્ટાર્સને ટીવી પર એક છત નીચે એકસાથે જોશે. IIFA 2022 કલર્સ પર 25 જૂન 2022ના રોજ ટેલિકાસ્ટ થશે. મેકર્સે આ મેગા ઈવેન્ટનું ટીઝર શેર કરવાનું શરૂ કરી દીધું છે. એ સાથે જ લોકોની ઉત્સુકતા પણ વધારી દીધી છે. વર્ષ 2022 માં સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પોલ IIFA એવોર્ડ્સની હોસ્ટિંગ સંભાળતા જોવા મળશે.