બનાસકાંઠા: પાલનપુરમાં નવીન બનેલી ઢૂંઢીયાવાડી અને હાઈવે પોલીસ ચોકીનું કરાયું લોકાર્પણ
પાલનપુર: પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઢૂંઢીયાવાડી અને હાઇવે પોલીસ ચોકીનું લોક ભાગીદારીથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેનું ગુરુવારે જીલ્લા પોલીસ વડા ના હસ્તે બંને પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, શહેરના ઢૂંઢીયાવાડી અને હાઇવે વિસ્તારમાં આવેલી બે પોલીસ ચોકીઓનું લોક ભાગીદારીથી નવીની કરણ કરવામાં આવ્યું છે. જે બંને પોલીસ ચોકી શરૂ થતાં શહેરના લોકોને પોલીસ મથકની કામગીરી ને લઈને સરળતા રહેશે.
પાલનપુરમાં નવીન બનેલી ઢૂંઢીયાવાડી અને હાઈવે પોલીસ ચોકીનું કરાયું લોકાર્પણ#palanpur #palanpurpolice #Helmet #palanpurupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/epQP3kPB5n
— Hum Dekhenge News (@humdekhengenews) April 5, 2023
અકસ્માતની ઘટનાઓ નિવારવા જીલ્લા પોલીસ વડાએ હેલ્મેટનું વિતરણ કર્યુ
તેમજ જિલ્લામાં બની રહેલી અકસ્માત ની ઘટનાઓમાં ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ ના બને તે આશયથી જીલ્લા પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં આજે 100 જેટલા વાહન ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે ડીવાયએસપી ડો. જીજ્ઞેશ ગામીત પૂર્વ પોલીસ મથકના પીઆઇ, પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ અને તાલુકા પીઆઇ તેમજ દાતાઓ, વેપારીઓ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ પણ વાંચો :બનાસકાંઠા: થરાદની કિયાલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો