ટ્રેન્ડિંગમનોરંજન

ઇબ્રાહિમ સાથેના રિલેશન પર પલક તિવારીએ તોડ્યુ મૌનઃ જાણો શું કહ્યુ?

Text To Speech
  • પલક  સલમાન ખાન સાથે ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી બોલિવુડ ડેબ્યુ કરશે
  • પલકના ખાતામાં સંજય દત્ત સાથેની ‘ધ વર્જિન ટ્રી’ પણ છે.
  •  હું આ અફવાઓ પર ધ્યાન આપતી નથીઃ પલક તિવારી

બોલિવુડની સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ખૂબ જલ્દી સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી બોલિવુડ ડેબ્યુ કરવા તૈયાર છે. આ સાથે પલકના ખાતામાં સંજય દત્ત સાથેની ‘ધ વર્જિન ટ્રી’ પણ છે. પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પલક તિવારી સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે રિલેશનશિપના સમાચારોને લઇને પણ ચર્ચામાં રહે છે. હવે તેણે ફરી એકવાર આ મુદ્દે મૌન તોડ્યુ છે.

ઇબ્રાહિમ સાથેના રિલેશન પર પલક તિવારીએ તોડ્યુ મૌનઃ જાણો શું કહ્યુ? hum dekhenge news

ઇબ્રાહિમ સાથેના સંબધો પર શું બોલી પલક?

પલક તિવારીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે બે ફિલ્મોના શુટે મને ખુબ જ બિઝી રાખી છે અને હાલમાં હું કામ પર ફોકસ કરી રહી છુ. મારા માટે આ મહત્ત્વનું વર્ષ છે. સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે ડેટિંગના સમાચારો પર પલકે કહ્યુ કે હું આ અફવાઓ પર ધ્યાન આપતી નથી, કેમકે તે તો મારા વ્યવસાયનો એક ભાગ છે. તેના કરતા વધુ હું મારી કરિયર પર ફોકસ કરીશ. પ્રેમનુ ક્યારેય કેલ્ક્યુલેશન કે ભવિષ્યવાણી હોતી નથી. હાલમાં મારુ કામ જ મારી પ્રાથમિકતા છે. કરિયર મુજબ મારા માટે આ ખુબ ખાસ સમય છે. તેથી હું માત્ર કામ પર જ ફોકસ કરવા ઇચ્છુ છુ.

ઇબ્રાહિમ સાથેના રિલેશન પર પલક તિવારીએ તોડ્યુ મૌનઃ જાણો શું કહ્યુ? hum dekhenge news

ચહેરો છુપાવતી દેખાઇ હતી પલક

ઇબ્રાહિમ અલી ખાન સાથે પલક તિવારી ઘણી વખત મીડિયાના કેમેરામાં કેદ થઇ હતી. તે દર વખતે પોતાનો ચહેરો છુપાવતી જોઇ શકાતી હતી. આવુ ત્રણેક વખત બન્યુ હતુ અને એટલે જ બંનેના સંબંધો પર ચર્ચાઓ થવા લાગી હતી. પલક તિવારીએ સ્પષ્ટ કહી દીધુ કે તે ઇબ્રાહિમ સાથે ડેટ કરી રહી નથી અને આ તેની કરિયર માટે મહત્ત્વનું વર્ષ છે.

આ પણ વાંચોઃ HBD: રશ્મિકા મંદાના ડેબ્યુ ફિલ્મની પ્રપોઝલને કેમ સમજી બેઠી હતી પ્રેન્ક?

Back to top button