બિઝનેસ

Johnson and Johnson: કેન્સર કેસમાંથી બહાર આવવા કંપનીએ પીડિતોને આપી મોટી ઓફર

Text To Speech
  • Johnson and Johnsonએ પીડિતોને આપી મોટી ઓફર
  • પતાવટ  માટે $8.9 બિલિયન (રૂ. 7,30,58,76,50,000) ચૂકવવા તૈયાર
  • ‘ટેલ્ક કોઝ્ડ કેન્સર’ના દાવાઓના સમાધાન માટે મુક્યો પ્રસ્તાવ

Johnson & Johnsonને તેના ‘ટેલ્કમ પાવડર ઉત્પાદનો કેન્સરનું કારણ બને છે’ એવો દાવો કરતા વર્ષો જૂના મુકદ્દમાની પતાવટ કરવા માટે પીડિતોને $8.9 બિલિયન (રૂ. 7,30,58,76,50,000) ચૂંકવી પતાવટની ઓફર કરી છે.

કેન્સર કેસમાંથી બહાર આવવા કંપનીએ આપી ઓફર

અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૈકીની એક, Johnson & Johnson એ મંગળવારે વર્ષો જૂના મુકદ્દમાનો અંત લાવવા $8.9 બિલિયન (લગભગ રૂ. 73,086 કરોડ) ની પતાવટની ઓફર કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે Johnson & Johnsonના ટેલ્કમ પાઉડર ઉત્પાદનો કેન્સરનું કારણ બને છે.

Johnson and Johnson -humdekhengenews

કેસની પતાવટ માટે આટલી રકમ ચૂંકવવા તૈયાર

ન્યુ જર્સી સ્થિત કંપનીએ જણાવ્યું હતુ કે આ પ્રસ્તાવને કોર્ટની મંજૂરીની જરુર છે, ” કોર્ટ કોસ્મેટિક ટેલ્ક લિટિગેશનમાંથી ઉદ્ભવતા તમામ દાવાઓને સમાન રીતે જોશે અનેન્યાયિક ચુકાદો દાખલ કરશે” જો પતાવટને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે અને કેસ કરવા વાળઓની મંજૂરી હોય, તો $8.9 બિલિયનની પતાવટ યુનાઇટેડ સ્ટેટ્સમાં અત્યાર સુધીની સૌથી મોટીપ્રોડક્ટ લાયબિલિટી સેટલમેન્ટ્સમાંની એક હશે.

Johnson and Johnson -humdekhengenews

જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે Johnson & Johnson સામે હજારો મુકદ્દમા પેન્ડિંગ છે, જેમાં આરોપ છે કે તેના ટેલ્કમ પાવડરમાં એસ્બેસ્ટોસના નિશાન છે, જે અંડાશયના કેન્સરનું કારણ બને છે. કંપનીએ ક્યારેય કોઈ ગેરરીતિ સ્વીકારી નથી, પરંતુ મે 2020 માં તેણે યુએસ અને કેનેડામાં તેના ટેલ્ક આધારિત બેબી પાવડરનું વેચાણ બંધ કરી દીધું હતું. તેમજ Johnson & Johnson ના વાઇસ પ્રેસિડેન્ટ એરિક હાસે જણાવ્યું હતું કે, “કંપની માને છે કે આ દાવા ખોટા છે અને તેમાં વૈજ્ઞાનિક તથ્યો નથી…” આ કંપની હજી પણ દાવો કરે છે કે તેના ટેલ્કમ પાવડર ઉત્પાદનો સલામત છે. તે શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા કંપનીએ આ ઓફર કરી છે. મહત્વનું છે કે LTL મેનેજમેન્ટ એલએલસીને સંડોવતા અગાઉની સેટલમેન્ટ ઓફર કોર્ટ ઓફ અપીલ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. Johnson & Johnsonને અગાઉ યુએસ $2 બિલિયનના સેટલમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાંચો : ભાજપમાં જોડાવવાની ચર્ચા વચ્ચે કિચ્ચા સુદીપને મળ્યો ધમકીભર્યો પત્ર, પોલીસે નોંધી FIR

Back to top button