ટોપ ન્યૂઝનેશનલ

સંઘ, મહાત્મા ગાંધી, ગોડસે સંબંધિત કેટલાક તથ્યો NCERTના નવા પુસ્તકમાંથી હટાવાયા

Text To Speech

આ વર્ષે NCERTના નવા પુસ્તકો આવ્યા છે. ગયા વર્ષે NCERTએ વિવિધ વિષયોના પુસ્તકોમાંથી ઘણા પ્રકરણો અને તથ્યો દૂર કર્યા હતા. NCERT દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો સાથે હવે આ નવા પુસ્તકો વિદ્યાર્થીઓને ભણાવવાના રહેશે. આવા જ એક મોટા ફેરફારમાં, NCERT એ, એ હકીકતને પણ દૂર કરી છે કે જેમાં હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહાત્મા ગાંધીની શોધે હિંદુ ઉગ્રવાદીઓને ઉશ્કેર્યા હતા. આ સાથે તે ફકરા પણ હટાવી દેવામાં આવ્યા છે જેમાં મહાત્મા ગાંધીની હત્યા બાદ આરએસએસ પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવાની માહિતી આપવામાં આવી છે.NCERT - Humdekhengenewsનોંધનીય છે કે ગયા વર્ષે, NCERTએ પાઠ્યપુસ્તકોમાંથી ગુજરાત રમખાણો અને મુઘલ સામ્રાજ્ય પરના પ્રકરણો વગેરેનો સંદર્ભ દૂર કરવાનો નિર્ણય લીધો હતો. NCERTએ ધોરણ 6 થી 12 સુધીના વિવિધ પુસ્તકોમાં ઘણા ફેરફારો કર્યા છે. વર્ગ 12ના પુસ્તક પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સમાંથી રાઇઝ ઓફ પોપ્યુલર મૂવમેન્ટ્સ અને એરા ઓફ વન પાર્ટી ડોમિનેન્સ પણ દૂર કરવામાં આવ્યા છે. એ જ રીતે ધોરણ 10ની પાઠયપુસ્તક ‘ડેમોક્રેટિક પોલિટિક્સ-2’માંથી ‘લોકશાહી અને વિવિધતા’, ‘લોકપ્રિય સંઘર્ષો અને ચળવળો’, ‘લોકશાહીના પડકારો’ પરના પ્રકરણો પણ કાઢી નાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Bharuch : ‘5 વર્ષની પુત્રીની હત્યા’ માટે મહિલાની ધરપકડ
NCERT - Humdekhengenewsજેમાં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, ભારતીય સામ્યવાદી પક્ષ, ભારતીય જનસંઘ અને સ્વતંત્ર પક્ષનું વર્ચસ્વ જણાવવામાં આવ્યું હતું. જ્યારે 10મા ધોરણના પુસ્તક ડેમોક્રેટિક પોલિટિક્સ-2માંથી લોકશાહી અને વિવિધતા, લોકપ્રિય સંઘર્ષ અને ચળવળ, લોકશાહીના પડકારો જેવા પાઠ પણ દૂર કરવામાં આવ્યા છે. ગોડસેની જાતિનો ઉલ્લેખ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના ધોરણ XII ના ઇતિહાસના પુસ્તકમાં લગભગ 15 વર્ષથી હતો, જે હવે હટાવી દેવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને પાઠ્ય પુસ્તકોમાં પુણેના બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ હવે NCERT પુસ્તકોમાંથી હટાવી દેવામાં આવ્યું છે. NCERT અનુસાર, તેઓને આ સંબંધમાં CBSE અને મોટા ભાગના રાજ્ય શિક્ષણ બોર્ડમાંથી લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી. ફરિયાદોમાં કહેવામાં આવ્યું છે કે શાળાના પાઠ્યપુસ્તકોમાં બિનજરૂરી રીતે કોઈની જાતિનો ઉલ્લેખ ન કરવો જોઈએ. NCERT અનુસાર, આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.

Back to top button