નેશનલ

મહારાષ્ટ્ર : અહેમદનગરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારો , પોલીસ ફોર્સ તૈનાત

Text To Speech

છેલ્લા કેટલાક સમયથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી રહી છે. રામનવમીના દિવસે દેશના વિવિધ ભાગોમાંથી હિંસક અથડામણના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે બીજી એક પથ્થરમારાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં પથ્થરમારો થયો છે.આ અથડામણમાં બે જૂથોએ પથ્થરમારો કર્યો હતો ગાડીમાં આગ પણ લગાવી હતી.

અહમદનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ

મહારાષ્ટ્રના અહમદનગર અને મુકુંદ નગરમાં ફરી એકવાર બે જૂથો વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટના સામે આવી છે. ગઈ કાલે મહારાષ્ટ્રના અહમદનગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જાણકારી મુજબ નજીવી તકરારમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો.

મહારાષ્ટ્ર અથડામણ-humdekhengenews

12આરોપીઓની ધરપકડ 

જાણકારી મુજબ છત્રપતિ સંભાજી નગર હાઈવે પર આવેલા ગજરાજ નગરમાં આ ઘટના બની હતી. બંને જૂથોએ પથ્થરમારો કર્યો હતો જેમાં નજીકના વાહનોને પણ નુકસાન થયું હતું. આ હિંસા કેસમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 12આરોપીઓની ધરપકડ કરી છે અને 40 થી વધુ લોકો સામે FIR પણ નોંધવામાં આવી છે. આ સાથે 25થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર અથડામણ-humdekhengenews

આ કારણે થઈ અથડામણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેમદનગરમાં રામનવમી દરમિયાન ઝંડો લગાવવાને લઈને બે સમુદાયો વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી વિવાદનું સમાધાન થયું હતું. જે બાદ ગઈકાલે આ જ બે જૂથો વચ્ચે બાઇક પાર્કિંગને લઈને મારામારી થઈ હતી અને પછી મારામારી બાદ પથ્થરમારો થયો હતો અને તંગદિલી વધી ગઈ હતી.

મહારાષ્ટ્ર અથડામણ-humdekhengenews

નંદુરબારમાં પણ પથ્થરમારો

અહમદનગરની સાથે ગઈકાલે રાત્રે નંદુરબાર શહેરમાં પણ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો અને તંગદિલી સર્જાઈ હતી. જો કે બંને જૂથો વચ્ચે અથડામણ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પોલીસે આ કેસમાં 6 થી 7 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : ગુજરાત પર 48 કલાક ભારે, હવામાન વિભાગે કરી મહત્વની આગાહી

Back to top button