ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: પરંપરાગત સાડીમાં વોકથોન યોજાશે, 10 હજારથી વધારે મહિલાઓનું રજિસ્ટ્રેશન થયુ

  • સમગ્ર દેશમાં પહેલી વખત સુરતમાં સાડી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું
  • અલગ અલગ પ્રાંતની મહિલાઓ પરંપરાગત સાડીમાં સુરત વોકથોનમાં ભાગ લેશે
  • તમામ સંસ્થાઓને સુરત સાડી વોકથોનમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી

સુરતમાં પરંપરાગત સાડીમાં વોકથોન યોજાશે. જેમાં 10 હજારથી વધારે મહિલાઓનું રજિસ્ટ્રેશન થયુ છે. પાલ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ હતી. તેમાં સમગ્ર દેશમાં પહેલી વખત સુરતમાં સાડી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અલગ અલગ પ્રાંતની મહિલાઓ પરંપરાગત સાડીમાં સુરત વોકથોનમાં ભાગ લેશે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળના ટેન્ડરમાં રૂ.371 કરોડનું કૌભાંડ

તમામ સંસ્થાઓને સુરત સાડી વોકથોનમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી

સુરત મનપા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા મહિલા સશક્તીકરણ અને મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવા માટે નવમીના રોજ સુરત સાડી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સાડી વોકથોન માટે પાલિકાની વેબસાઇટ પર અત્યાર સુધીમાં દસ હજાર કરતા વધારે મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની હાજરીમાં પાલ ખાતે શહેરની વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરની તમામ સંસ્થાઓને સુરત સાડી વોકથોનમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: GST રજીસ્ટ્રેશનમાં નવા નિયમોના લીધે ઉદ્યોગકારો પરેશાન

સવારે સાડા છ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સુરત સાડી વોકથોનનું આયોજન

રવિવાર તારીખ નવમી માર્ચના રોજ સવારે સાડા છ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સુરત સાડી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સાડી વોકથોનના આયોજન માટે પાલ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે ક્રેડાઇ, ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક્ટ, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ એસોસિયેશન તથા વિવિધ સ્પોર્ટ્સ એસોસિયેશનના પ્રતિનિધિઓની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વિવિધ વયજૂથની મહિલાઓને સાડી વોકથોનમાં ભાગ લેવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: રમત-ગમતના અભાવે 100માંથી 12 બાળકને કમરની તકલીફ

સુરતની ગણના મિની ભારત તરીકે થાય છે

સ્ટેક હોલ્ડર્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે સાડી ભારતીય મહિલાની આગવી ઓળખ છે. સુરત ભારતનું ટેક્સ્ટાઇલ હબ છે. સુરતની ગણના મિની ભારત તરીકે થાય છે ત્યારે અલગ અલગ પ્રાંતની મહિલાઓ પરંપરાગત સાડીમાં સુરત વોકથોનમાં ભાગ લેશે. સાડી વોકથોનમાં જે પ્રકારે રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે તે જોતા આ દેશની પહેલી આ પ્રકારની ઇવેન્ટ બની રહેશે. સાડી વોકથોનની સાથે નવથી અગિયાર દરમિયાન ઉમરા પાર્ટી પ્લોટ પર હેન્ડલૂમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સાડી વોકથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઇન્ટ બ્રિજ થઇ ત્યાંથી યૂ ટર્ન લઇ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવશે.

Back to top button