ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના મહાદેવિયા ગામનો નિર્ણય, દારૂ પીનારને રૂ. 11000, ડીજે વગાડનારને રૂ. 51000 નો કરાશે દંડ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં સામાજિક સુધારા સાથે હવે ગામને વ્યસન મુક્ત કરવાના સરાહનીય નિર્ણય થઈ રહ્યા છે. ધાનેરામાં ચૌધરી સમાજમાં દાઢી રાખનારને રૂપિયા 51 હજારના દંડ કરવાના નિર્ણય પછી હવે ડીસા તાલુકાના મહાદેવિયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પણ ગામમાં દારૂબંધી કરવાની પહેલ કરવામાં આવી છે. આ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દારૂ પીનાર કે વેચનારની માહિતી આપનાર રૂ. 1100 ઇનામ પણ અપાશે

જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ગ્રામ પંચાયતની હદમાં કોઈપણ વ્યક્તિએ દારૂ વેચવા કે પીવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને જો કોઈ પકડાશે તો ગામના પાંચ આગેવાનો સિવાય તેને છોડવામાં નહીં આવે. તેમજ આ નિયમનો ભંગ કરશે તેની પાસેથી રૂપિયા 11,000 દંડ વસૂલવામાં આવશે. જ્યારે ગામમાં ડીજે વગાડનાર માટે પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ધાર્મિક પ્રસંગ સિવાય ડીજે વગાડનારને રૂપિયા 51 હજારનો દંડ કરવામાં આવશે.

ડીસા શહેર-humdekhengenews

એટલું જ નહીં આ નિયમનો જે કોઈપણ વ્યક્તિ ભંગ કરશે તેની સાથે સામાજિક વ્યવહાર પણ બંધ કરાશે. જ્યારે ગામનો કોઈપણ વ્યક્તિ દારૂ પીનાર કે વેચનારની માહિતી આપશે એ વ્યક્તિને ગ્રામજનો તરફથી રૂપિયા 1100નું ઇનામ આપીને ગામમાંથી દારૂની બદીને દૂર કરવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આમ બનાસકાંઠા જિલ્લામાં હવે અલગ- અલગ સમાજ દ્વારા ગામમાં ઘર કરી ગયેલા વ્યસનોને તિલાંજલિ આપવાના નિર્ણયો ને અન્ય સમાજમાં પણ આવકાર મળી રહ્યો છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં તમાકુના ખેડૂતોની એક જ દિવસની લડત રંગ લાવી

Back to top button