ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળના ટેન્ડરમાં રૂ.371 કરોડનું કૌભાંડ

  • આ વખતે શરતમાં ફેરફાર કરી કિંમત માગવામાં આવી
  • પાઠયપુસ્તક મંડળના દરેક નિર્ણયોની જવાબદારી મંત્રી અને અધિકારીઓ પાસે
  • યૂક્રેન જેવી ક્રાઈસિસ હોવા છતાં આ વખતના ટેન્ડરની સરખામણીએ ઘણો ભાવ નીચો

પાઠયપુસ્તક મંડળ કાંડમાં ટેન્ડરમાં કાગળના કિંમતની શરત મૂકી ખેલ પડાયાનો આક્ષેપ છે. જેમાં પેપર મિલના પાસ્ટ પર્ફોર્મન્સમાં ગત વર્ષે જથ્થાની શરતથી સ્પર્ધા વધી હતી. તથા કાગળનો જથ્થો માગવામાં આવ્યો હોત તો સ્પર્ધા વધત અને ભાવ નીચો આવત. જેમાં ટેન્ડર રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રત્નકંવર ગઢવી દ્વારા તૈયાર કરાયું હતુ.

આ પણ વાંચો:

આ વખતે શરતમાં ફેરફાર કરી કિંમત માગવામાં આવી

ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળના રૂ.371.20 કરોડના કાગળ ખરીદીના ટેન્ડરમાં કૌભાંડ આચરવા માટે ટેન્ડરની પાસ્ટ પરફોર્મન્સમાં શરતમાં ફેરફાર કરી ખેલ પડાયો હોવાના આક્ષેપ થયાં છે. આ શરતમાં કંપનીએ ભુતકાળમાં સંતોષકારક કામ કર્યુ છે કે કેમ ? તેના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે. જેમાં ગત વર્ષે કાગળનો જથ્થો માગવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે શરતમાં ફેરફાર કરી કિંમત માગવામાં આવી. કિંમત માગવાથી ટેન્ડરમાં આપો આપ સ્પર્ધા ઘટી ગઈ અને ચોક્કસ કંપનીને ઊંચા ભાવે ટેન્ડર લાગ્યુ કે લગવડાવ્યું હોવાના આક્ષેપો થયાં છે.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આ ફેરફાર કરાશે તો સીધી અસર બાંધકામો પર થશે 

પાઠયપુસ્તક મંડળના દરેક નિર્ણયોની જવાબદારી આ મંત્રી અને અધિકારીના શિરે

આ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ કિંમતના બદલે જથ્થાની જ શરત રખાઈ હોત તો ટેન્ડરમાં વધુ કંપનીઓ આવત અને સ્પર્ધા વધત. જેના કારણે કાગળનો કિલો દીઠ ભાવ રૂ.85 સુધી નીચો આવવાની શક્યતા હતી. જો આવુ થયુ હોત તો સરકારની તિજોરીના જે હાલમાં કંપનીઓને બખ્ખા કરાવ્યાં છે તે અંદાજે રૂ.70 કરોડથી વધુનો ફાયદો થઈ શક્યો હોત. એવા પણ આક્ષેપ થયાં છે કે, આ આખુયે ટેન્ડર રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પાઠયપુસ્તક મંડળના ડાયરેક્ટર રતનકંવર ગઢવી ચારણની રહેમ નજર હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ આક્ષેપોમાં એટલે વિચારવા જેવું લાગે છે કેમ કે, પાઠયપુસ્તક મંડળના દરેક નિર્ણયોની જવાબદારી આ મંત્રી અને અધિકારીના શિરે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રૂ.1800 કરોડના સટ્ટાકાંડના આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા 

યૂક્રેન જેવી ક્રાઈસિસ હોવા છતાં આ વખતના ટેન્ડરની સરખામણીએ ઘણો ભાવ નીચો રહ્યો

સરકાર દ્વારા ખરીદી કરવા માટેનું જેમ પોર્ટલ છે તેમાં પાસ્ટ પર્ફોર્મન્સ કરીને એક શરત હોય છે. જેમાં ટેન્ડર ભરનાર કંપની ટેન્ડરમાં માગેલ જથ્થો પુરો પાડી શકશે કે કેમ ? તેની ખાતરી કરવા તેણે ભુતકાળમાં આવા કોઈ કામ સંતોષકારક રીતે કરેલ છે કે કેમ ? તે અંગેના પ્રમાણપત્ર માંગવામાં આવે છે. કાગળ ખરીદીના કિસ્સામાં કાગળનો જથ્થો પુરો પાડી શકેલ છે કે કેમ ? તે જોવુ અગત્યનું ગણવામાં આવે છે. માટે જ ગત વર્ષના ટેન્ડરમાં તત્કાલીન શિક્ષણમંત્રીએ પાસ્ટ પર્ફોર્મન્સમાં ટેન્ડરની કિંમતના 35 ટકાનો એક અથવા 20 ટકાનો બે અથવા 15 ટકાના ત્રણ કામ સંતોષકારક પુરા કર્યા હોવાની શરત સુધરાવી ટેન્ડરમાં જથ્થાનો 35 ટકાનો એક ઓર્ડર અથવા 20 ટકાના બે અથવા 15 ટકાના ત્રણ ઓર્ડર સાથે કામ સંતોષકારક રીતે પુરા કર્યાં હોવા જોઈએ તેવી શરત મુકી હતી. કિંમતના બદલે જથ્થાની શરત મુકાતાં ટેન્ડરમાં સ્પર્ધા વધતા વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતી જેલમાં રહેલા ગેંગસ્ટર અતિક અહેમદની મુશ્કેલીઓ વધી

જેના લીધે યૂક્રેન જેવી ક્રાઈસિસ હોવા છતાં આ વખતના ટેન્ડરની સરખામણીએ ઘણો ભાવ નીચો રહ્યો હતો. જોકે આ વર્ષે કોઈપણ જાતના કારણ કે ફરિયાદ વિના જ પાઠયપુસ્તક મંડળ દ્વારા આ શરત માત્ર ટેન્ડરની કિંમત મુજબ જ રાખી હોવાથી સ્પર્ધા ઘટી ગઈ, કંપનીઓ ઓછી આવી અને ભાવ તગડો ભરાયો. એટલું જ નહીં, મિલીભગતથી નક્કી કરેલી કંપનીઓને જ ટેન્ડરના ઓર્ડર મળ્યાં હોવાના આક્ષેપો થયાં છે.

Back to top button