માત્ર ચકલી અને શ્વાન જ નહીં, બિલાડી, બતક અને વ્હેલ જેવા લોગો પણ ચર્ચામાં રહ્યા છે
- દુનિયામાં ઘણી કંપનીના લોગો ડોગી, બતક, મગરમચ્છ, મરઘા પરથી રખાયા છે
- બ્રિટિશ કંપની HMV ના લોગોમાં ગ્રામોફોન અને ડોગી છે
- વોડાફોનના ડોગી PUGની એડે લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા
ટ્વિટરે પોતાનો લોગો ચેન્જ કરી લીધો છે, હવે વાદળી ચકલીનું સ્થાન શ્વાનના લોગોએ લીધુ છે. ખુદ કંપનીના માલિક એલન મસ્કે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. ત્યારબાદ સવારથી જ ટ્વિટર પર #DOGE ટ્રેન્ડ કરી રહ્યુ છે. ટ્વિટર એકમાત્ર કંપની નથી, જેનો લોકો કોઇ પશુ-પક્ષી પરથી બનાવાયો હોય. દુનિયામાં એવી ઘણી કંપનીઓ છે જેના લોગો ડોગી, બતક, મગરમચ્છ, મરઘા પરથી રાખવામાં આવ્યો છે.
સૌથી પહેલા વાત કરીએ HMV (His Master’s Voice) નામની બ્રિટિશ કંપનીની. જેના લોગોમાં ગ્રામોફોન અને ડોગી રહેલા છે. 1921માં સ્થપાયેલી આ કંપની ગ્રામોફોન બનાવતી હતી. ત્યારબાદ આ કંપની કેસેટ્સ, સીડી, ડીવીડીના બિઝનેસમાં ઉતરી. હવે તે બ્રિટનની લીડિંગ મ્યુઝિક અને એન્ટરટેઇન્મેન્ટ કંપની છે. કંપનીએ જ્યારે આ લોગોને ઇન્ટ્રોડ્યુસ કર્યો તે દરમિયાન તેની યુનિક ડિઝાઇન ખુબ ચર્ચામાં રહી હતી.
મોબાઇલ સિમ કંપની હચના ડોગી અંગે તો બધા જાણતા હશે. તેના PUGની એડે લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા. બાદમાં આ કંપની વોડાફોન બની ગઇ અને તેની પંચલાઇન પણ ફેમસ રહી હતી, Wherever you go we follow.
બિલાડી, બતકથી લઇને વ્હેલ…
અમેરિકાની Dooney & Bourke એક ડિઝાઇનર કંપની છે. તેનો લોગો એક બતક છે. Vineyard Vines પણ અમેરિકન કપડા અને એસેસરીઝની મોટી બ્રાન્ડ છે. તેનો લોગો વ્હેલ માછલી છે. પબ્લિશિંગ કંપની પેંગુઇન બુક્સનો લોગો પેંગ્વિન છે. અમેરિકી બ્રાન્ડ Baby Phatનો લોગો બિલાડી છે. ફ્રેન્ચ લક્ઝરી ક્લોથિંગ બ્રાન્ડ Lacosteનો લોગો મગરમચ્છ છે.
મુર્ગા અને જેગુઆરનો લોકો પણ ચર્ચાસ્પદ
ફ્રેન્ચ સ્પોર્ટ્સ પ્રોડક્ટ કંપની Le Coq Sportifના લોગોમાં મુર્ગાની સાઇન છે. જ્યારે બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા કંપની જેગુઆરના લોગોમાં પણ જંગલી જાનવર જેગુઆર છે. ફેરારીનો લોગો ઘોડો છે અને લેમ્બોરગિનીનો લોગો બુલ છે. એનર્જી ડ્રિંક કંપની રેડ બુલનો લોગો બુલ છે. બે બુલ અરસપરસ લડતા દેખાય છે. ડચ બેન્ક આઇએનજીના લોગોમાં એક સિંહ બેઠેલો દેખાય છે.
આ પણ વાંચોઃ હનુમાન જયંતિ પર ન કરશો આ કામઃ અશુભ આવશે પરિણામ