ટોપ ન્યૂઝનેશનલ

India : 4 વર્ષમાં 13 હજાર વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા, હવે UGCએ આ ગાઈડલાઈન જાહેર કરી

Text To Speech

દેશભરમાં શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચાર સતત વધી રહ્યા છે. હવે સરકાર દ્વારા જાહેર થયેલો એક આંકડો ચિંતાનો વિષય બની રહ્યો છે. આંકડા મુજબ છેલ્લા ચાર વર્ષમાં કુલ 7,396 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જ્યારે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા 5693 છે. એટલે કે ચાર વર્ષમાં 13089 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.India - Humdekhengenewsકેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા અંગે શિક્ષણ મંત્રાલયે વિગતવાર અહેવાલ બહાર પાડ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2018 થી 23 દરમિયાન IITમાં 36 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે IIMમાં કુલ ચાર વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન પોતાનો જીવ આપ્યો હતો. એ જ રીતે NITના 24 વિદ્યાર્થીઓ, AIIMSના 11 વિદ્યાર્થીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટીના 29 વિદ્યાર્થીઓએ છેલ્લા 6 વર્ષમાં આત્મહત્યા કરી છે. હવે યુજીસીએ વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની ઘટનાઓને રોકવા માટે તમામ ઉચ્ચ સંસ્થાઓને એડવાઈઝરી આપી છે.

આ પણ વાંચો : Britain : ભારતીય વિદ્યાર્થીનો આરોપ- લંડન યુનિવર્સિટીમાં ભારત વિરોધી અભિયાન ચાલી રહ્યુ છે

એડવાઈઝરી હેઠળ રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા હેપ્પીનેસ એન્ડ વેલનેસ વર્કશોપ, યોગા ક્લાસ અને જાગૃતિ અભિયાન ચલાવીને વિદ્યાર્થીઓને તણાવમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, IIT બોમ્બેએ બંધુ નામની એપ પણ લોન્ચ કરી છે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક શક્તિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Back to top button