કરીનાના સવાલનો સાસુ શર્મિલાએ આપ્યો સુંદર જવાબઃ ચારેબાજુ વાહવાહી
- શર્મિલા કરીનાના રેડિયો શોમાં ગેસ્ટ બનીને પહોંચી
- કરીનાએ સાસુને પુછ્યુ કે વહુ અને દિકરીમાં શું અંતર છે?
- દિગ્ગજ અભિનેત્રીએ આપ્યો શાનદાર જવાબ
બોલિવુડની બ્યુટીફુલ અને ટેલેન્ટેડ અભિનેત્રી કરીના કપૂર પરફેક્ટ મધર, વાઇફ હોવાની સાથે સાથે પરફેક્ટ વહુ પણ છે. તે તેની સાસુ શર્મિલા ટાગોર સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરે છે. કરીના પોતાની સાસુને એડમાયર કરે છે. શર્મિલાને પોતાની વહુ સાથે કુલ રિલેશન છે. બંને વચ્ચેનું ખાસ બોન્ડિંગ કરીનાના ‘વોટ વુમન વોન્ટ’ રેડિયો શોમાં જોવા મળ્યુ હતુ.
શર્મિલા તેની વહુ કરીનાના શોમાં ગેસ્ટ બનીને પહોંચી હતી. ત્યાં તેને અનેક મજેદાર સવાલ પુછવામાં આવ્યા હતા. તેમાં એક સવાલ ખાસ હતો, જ્યારે કરીનાએ શર્મિલા ટાગોરને પુછ્યુ કે વહુ અને દિકરીમાં શું અંતર છે. દિગ્ગજ અભિનેત્રીએ તેનો શાનદાર જવાબ આપ્યો. તેણે કહ્યુ કે દિકરીઓ એ હોય છે જેની સાથે તમે મોટા થાવ છો તો તમે તેના ટેમ્પરામેન્ટને સારી રીતે જાણો છો. તમને ખ્યાલ હોય છે કે કઇ વાત તેને ગુસ્સો અપાવે છે. તેની સાથે કેવી રીતે ડીલ કરવાની છે.
વહુને તમે ત્યારે મળો છો જ્યારે તે એડલ્ટ થઇ ચુકી હોય છે. તમે તેના ટેમ્પરામેન્ટ અંગે જાણતા નથી. તો તમને તેને ઓળખવામાં. તેને સમજવામાં થોડો સમય લાગે છે. એક નવી છોકરી, તમારી વહુ તમારા ઘરે આવે છે, તો તમારે તેનું વેલકમ કરવુ જોઇએ. તેને સહજ ફીલ કરાવવુ જોઇએ. જો તેને એક ખાસ પ્રકારનું જમવાનું ગમે છે તો તેનો ખ્યાલ રાખવો જોઇએ.
શર્મિલાના જવાબના વખાણ થયા
શર્મિલા ટાગોરે એમ પણ કહ્યુ કે નવી રિલેશનશિપમાં વધુ દખલ અંદાજી ન કરવી જોઇએ. માં એ પોતાના દિકરા-વહુને સ્પેસ આપવી જોઇએ. તેમના સંબંધોને આગળ વધવા માટે સ્પેસ આપવી જોઇએ. સાસુ એ વહુ-દિકરાના સંબંધોને ટેકઓવર કરવાની કોશિશ ન કરવી જોઇએ. શર્મિલાના આ જવાબના યુઝર્સ વખાણ કરી રહ્યા છે. શર્મિલાના બોલ્ડ વિચારો અને જિંદગી પ્રત્યેના તેના વલણના કરીના ઘણી વાર વખાણ કરી ચુકી છે. સાસુ-વહુ એકબીજાની ખુબ નજીક છે.
આ પણ વાંચોઃ ધીરેન્દ્ર શાસ્ત્રી શિરડી સાંઈ બાબા પર નિવેદન આપ્યા બાદ ફસાયા, મુંબઈ પોલીસે દાખલ કરી ફરિયાદ