નવાઝુદ્દીન અને પત્ની આલિયા વચ્ચેના વિવાદ વચ્ચે બાળકોના ભણતરનું નુકસાન નહીં થાય, કોર્ટે આપ્યો આ આદેશ
- નવાઝુદ્દીન અને પત્ની આલિયા વચ્ચેના વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો
- બંનેના ઝઘડામાં તેમના બાળકોના ભણતરમાં ઘણું નુકસાન થયું
- અભિનેતાના બંને બાળકો અભ્યાસ માટે સંયુક્ત આરબ અમીરાત જશે
બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક નવાઝુદ્દીન સિદ્દીકી લાંબા સમયથી પ્રોફેશનલ લાઈફને બદલે પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. અભિનેતાનો તેની વિમુખ પત્ની આલિયા સાથે વિવાદ ચાલી રહ્યો છે. બંને વચ્ચેની લડાઈ કોર્ટ સુધી પહોંચી છે. આ બધાની વચ્ચે તેમના બાળકોના ભણતરમાં ઘણું નુકસાન થયું છે. જો કે, હવે અભિનેતાના બંને બાળકો અભ્યાસ માટે પાછા સંયુક્ત આરબ અમીરાત (UAE) જશે. બોમ્બે હાઈકોર્ટના જજોની દરમિયાનગીરી બાદ આ નિર્ણય આવ્યો છે.
નવાઝના બાળકો અભ્યાસ પૂરો કરવા યુએઈ જશે
સોમવારે નવાઝના બાળકો તેમની માતા આલિયા સિદ્દીકી સાથે જજની ચેમ્બરમાં હાજર હતા. બેન્ચે પહેલા બંને પક્ષોને વ્યક્તિગત રીતે સાંભળ્યા અને પછી નિર્ણય લીધો કે બાળકોને તેમના અભ્યાસ માટે દુબઈ પાછા મોકલવામાં આવે. કોર્ટ હવે નવાઝ અને તેની પૂર્વ પત્નીના પારિવારિક વિવાદ કેસની ફરી જૂનમાં સુનાવણી કરશે.
નવાઝે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે
જણાવી દઈએ કે બેન્ચ અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરી રહી હતી. પોતાની અરજીમાં સિદ્દીકીએ દાવો કર્યો હતો કે યુએઈમાં તેમના બાળકોની શાળાએ તેમને જાણ કરી હતી કે તેઓ શાળાએ આવતા નથી. નવાઝે એવો પણ દાવો કર્યો હતો કે તે તેના બાળકોના ઠેકાણા વિશે જાણતો નથી.
નવાઝે કરાર માટે આલિયા સાથે સંપર્ક કર્યો હતો
દરમિયાન, આલિયા સિદ્દીકીએ દાવો કર્યો હતો કે નવાઝે સમાધાન માટે તેની સાથે સંપર્ક કર્યો હતો. જો કે તેણે હજુ સુધી તેનો જવાબ આપ્યો નથી. તેણે એમ પણ કહ્યું કે ‘છૂટાછેડા ચોક્કસપણે થશે’ અને દાવો કર્યો કે નવાઝે તેના બાળકોની કસ્ટડી માટે અરજી કરી દીધી છે. આલિયાએ ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “છૂટાછેડા થશે, તે ચોક્કસ છે અને હું મારા બે બાળકોની કસ્ટડી માટે પણ લડીશ. નવાઝે કસ્ટડી માટે અરજી પણ કરી છે પરંતુ હું આવું નહીં થવા દઉં. મારા બંને બાળકો મારી સાથે રહેવા માંગે છે અને તેમની સાથે રહેવા માંગતા નથી.