2024ની ચૂંટણી પહેલા RSS કરશે શક્તિપ્રદર્શન, મોહન ભાગવત ફરી આવશે ગુજરાત
- 2024ની ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં કરશે શક્તિ પ્રદર્શન
- અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર થશે શક્તિ પ્રદર્શન
- RSS વડા મોહન ભાગવત ફરી એક વાર આવશે ગુજરાત
RSS ના વડા મોહન ભાગવત ગઈ કાલે અમદાવાદ આવ્યા હતા અને સંત સંમેલન કાર્યક્રમાં હાજરી આપી હતી, ત્યારે ફરી એક વાર તેમનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ ગયો છે. RSS વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત આવશે તેવી વિગતો હાલ મળી રહી છે.
RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે
2024ની લોકસભા ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે તેને લઈને આયોજન કરવામા આવી રહ્યું છે. ત્યારે RSS વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત આવશે અને GMDC ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન થશે.આગામી 14 અને 15 એપ્રિલે મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવવાના છે.
RSS વડા મોહન ભાગવત આ તારીખે ગુજરાત આવશે
જાણકારી મુજબ આગામી 14 અને15 એપ્રિલે મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે આવવાના છે અને GMDC ગ્રાઉન્ડ પર સંઘ સમાજ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 હજારથી વધુ કાર્યકર્તા ઉપસ્થિત રહી શકે છે.14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા RSSની આ સભા રાજકીય રીતે પણ ખૂબ મહત્વની માનવામાં આવશે.
મોહન ભાગવત અને અમિત શાહ વચ્ચે યોજાઈ હતી બેઠક
અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મ આયાર્ય સભાનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં હાજર રહેવા માટે ગઈ કાલે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સંયમ સેવક સંઘ ના મોહન ભાગવત અમદાવાદ આવ્યા હતા અને અને આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભા દરમિયાન RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક ચાલી હતી.જેમાં બંને વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી કાર્યક્રમોને લઇને ચર્ચા વિચારણા કરી હતી.
આ પણ વાંચો : ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે મોટો ખુલાસો, પ્રિન્સિપાલના મોબાઈલમાંથી થયું પેપર લીક