બનાસકાંઠા: ભાભર પાસે સ્વિફ્ટ કારમાંથી 406 બોટલ ઇંગ્લીસ દારૂ સાથે બે ઇસમો ને ઝડપાયા
પાલનપુર: બનાસકાંઠા ના થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ ભાભરના લુણસેલા ગામે દર્શનાર્થે આવવાના હતા. દરમ્યાન ભાભર પીએસઆઇ એન.વી. રહેવર સ્ટાફ સાથે તકેદારી બંદોબસ્તમાં હતા. દરમિયાન આ સમયે બલોધણ ગામ તરફથી શંકાસ્પદ ગાડી નીકળી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે નાકાબંધી કરી હતી. આ સમયે સામેથી આવી રહેલી સ્વીફ્ટ કાર ઉભી રખાવી હતી. તેમાં બે ઇસમો હોઇ ગાડીમાં તપાસ કરતાં દારૂનો જથ્થો જોવા મળી આવ્યો હતો.
સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ. 401080 નો મુદામાલ જપ્ત
જેથી બન્ને ઇસમો સાથે ગાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી. જ્યાં ગાડીમાંનો જથ્થો ગણતાં ભારતીય બનાવટ નો ઈંગ્લીસ દારૂની બોટલ નંગ 406 મળી આવી હતી. જેથી આ શખ્શો પાસે રહેલા મોબાઇલ નંગ 2, સ્વિફ્ટ ગાડી એમ મળીને કુલ રૂપીયા 401080/-નો મુદામાલ ઝડપી જપ્ત કરવામાં આવ્યો હતો.
વિધાનસભા અધ્યક્ષના બંદોબસ્ત દરમ્યાન પોલીસને બાતમી મળી હતી
જ્યારે દિયોદર તાલુકાના કોતરવાડા ગામનો લીલચંદ અરજણ ઠાકોર તથા ભાભર તાલુકાના લાડુલા ગામનો દશરથ બબાજી રાઠોડ ની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે બંને શખ્સ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહિ કરવામાં આવી હતી. જ્યારે આ બન્ને ઇસમોની પુછપરછ દરમ્યાન પકડાયેલ દારૂનો જથ્થો સુઇગામ તાલુકાના ઉચોસણ ગામના જયસ્વાલ હરેશ માસુકલાલને આપવાનો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :Madhu Murder Case : SC-ST કોર્ટે 14 આરોપીઓને દોષિત જાહેર કર્યા, બેને નિર્દોષ જાહેર કર્યા