ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે મોટો ખુલાસો, પ્રિન્સિપાલના મોબાઈલમાંથી થયું પેપર લીક
- ભાવનગર યુનિવર્સિટીનું B.Comનુ પેપર લીક મામલે મોટો ખુલાસો
- કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલની પોલીસે કરી અટકાયત
- પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો
ભાવનગર યુનિવર્સિટીનું B.Comનુ પેપર લીક થવાના મામલે એક માટા સમાચાર સામે આવ્યા છે. લીક થવાના કેસ શહેરની એક કોમર્સ કોલેજના પ્રિન્સિપાલની અટકાયત કરવામાં આવી છે. આ પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હોવાનુ ખુલ્યું છે.
પ્રિન્સીપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયા
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે 2 એપ્રિલના રોજ ટ્વીટ કરીને ભાવનગર યુનિવર્સિટીમાં પેપરલીક થવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં યુનિવર્સિટીનું બી. કોમ. સેમેસ્ટર-6નું પેપર લીક થવાનો દાવો કર્યો હતો. જેથી આ મામલે યુનિવર્સિટીએ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના પણ કરી હતી. ત્યારે હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. શહેરની એક કોમર્સ કોલેજના પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસે પ્રિન્સિપાલની કરી અટકાયત
ભાવનગર યુનિવર્સિટીના પેપરલીક મુદ્દે પોલીસે આ કોલેજના પ્રિન્સિપાલ અમિત ગાલાણીની અટકાયત કરી છે. આ સાથે પોલીસે કાળિયાબીડ અને ભરતનગરના વિદ્યાર્થીઓની પણ અટકાયત કરવામાં આવી છે. ત્યારે મામલે પ્રિન્સિપાલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતુ કે તેઓ વિદ્યાર્થીઓને વાલી સાથે વાત કરવા ફોન આપતા તેમાથી વિદ્યાર્થીઓએ ફોટો વાયરલ કર્યો હતો. અને આ બાબતે તેઓ અજાણ હતા.
અમિત ગાલાણી વિશે વધુ વિગતો
પેપરલીક થવા પાછળના મુખ્ય સૂત્રધાર ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી હોવાનું સામે આવ્યું છે. શહેરની સરદાર પટેલ ઈન્સિ્ટીટ્યુટ ભાવનગરની જી.એલ કાકડિયા કોલેજ ઓફ કોમર્સમાંથી પેપર વાયરલ થયુ હતુ. મહત્વનું છે કે અમિત ગાલાણી .એલ કકડિયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજમાં બી.કોમ અને BBAના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તરિકે ફરજ બજાવે છે. આ સાથે જ અમિત ગાલાણી ગુજરાતી ફિલ્મનો કલાકાર છે અને તે અનેક નાની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
જી.એલ કાકડિયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ
આ મામલે કોલેજના પ્રિન્સિપાલ અમિત ગાલાણીનું નામ સામે આતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અને આરોપી અમિત ગાલાણીની પ્રાધ્યાક તરીકેની માન્યતા પણ રદ કરી દેવામાં આવી છે. તેમજ જી.એલ કાકડિયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વડોદરામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમાં, લેવાયો આ મોટો નિર્ણય