ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડોદરામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમાં, લેવાયો આ મોટો નિર્ણય

Text To Speech

વડોદરામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય

લૉ એન્ડ ઓર્ડર માટે એડિશનલ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ

શહેરમાં હવે 1 નહીં 2 એડિશનર પોલીસ કમિશનર રહેશે

વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. જે અંતર્ગત ગૃહ વિભાગે વધુ એક એડિશનલ કમિશનરની પોસ્ટ ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે.

ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો

રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. જેમાં વડોદરામાં વધુ એક એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં રામનવમી પર થયેલા પથ્થરમારા અંગે કેન્દ્રીય એજન્સી તપાસ કરી રહી છે. અને એજન્સીએ આ મામલે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે.

હર્ષ સંઘવી -humdekhengenews

ટૂંક સમયમાં એડિશનલ કમિશનરની કરાશે નિમણૂંક 

જાણકારી મુજબ વડોદરામાં લૉ એન્ડ ઓર્ડર માટે એડિશનલ કમિશનરની પોસ્ટ ઉભી કરવામા્ં આવી છે. પોલીસ કમિશનર શમશેર સિંહે આ મામલે રજૂઆત કરતાં ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં એડિશનલ કમિશનરની નિમણૂંક પણ કરવામાં આવશે. આ નિમણુક બાદ શહેરમાં હવેથી 1 નહીં 2 એડિશનર પોલીસ કમિશનર ફરજ નિભાવશે.

હર્ષ સંઘવીએ પથ્થરમારો કરનારને આપી ચેતવણી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે, વડોદરામાં પથ્થરમારો કરનારા લોકો જ્યાં પણ છુપાયા હશે ત્યાંથી તેમને પકડી લેવામાં આવશે. આ એક ગંભીર મામલો છે. જેથી આ મામલે કોઈ . કોઈ ખોટી વાત, અફવા ફેલાવશે તેમની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. આ સાથે જ વડોદરામાં થયેલા રામનવમીના દિવસે થયેલા તોફાન મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું હતુ કે, પથ્થરમારો કરીને શહેર બહાર ભાગી ગયેલા લોકોને પણ દબોચી લેવામાં આવશે. ઈદ હોય કે રામનવમી, “પથ્થરબાજી નહીં ચલાવી લેવામાં આવે “

આ પણ વાંચો  : અમદાવાદ ડીસીપી સાયબર ક્રાઈમ સહીત 11 IPS અધિકારીઓ ખાસ તાલીમ માટે હૈદરાબાદ જશે

Back to top button