Twitterની વાદળી ચકલી ઉડી ગઈ! હવે ‘શ્વાન’નો લોગો, જાણો એલન મસ્કે કોનું પ્રોમિસ પૂરું કર્યું
- એલન મસ્કે Twitter ઈતિહાસનો સૌથી મોટો ફેરફાર કર્યો
- Twitterમાં વાદળી ચકલીની જગ્યાએ મીમવાળા શ્વાનનો લોગો કર્યો
- એલન મસ્કે ચેરમેન નામના યુઝરનું પ્રોમિસ પૂરું કર્યું
વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એલન મસ્ક જ્યારથી Twitterનો માલિક બન્યો છે ત્યારથી, Twitterમાં સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હવે તેમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે Twitterનો જ લોગો બદલી દેવામાં આવ્યો છે. Twitter પર વાદળી ચકલી (બ્લુ બર્ડ), જે ખૂબ જ પ્રખ્યાત લોગો બની ગયો છે. હવે તેની જગ્યાએ લોગો તરીકે મીમ ‘શ્વાન‘ (ડોગ) કરવામાં આવ્યો છે. જ્યારે લોકોએ આ અચાનક બદલાવ જોયો તો બધા આશ્ચર્યચકિત થઇ ગયા.
સોમવાર રાતથી યુઝર્સ તેમના Twitter એકાઉન્ટ પર વાદળી ચકલી (બ્લુ બર્ડ)ની જગ્યાએ પીળો ‘શ્વાન’ જોવા મળ્યું. આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ એકબીજાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે, શું દરેકને Twitter લોગો પર ‘શ્વાન’ દેખાય છે. થોડી જ વારમાં Twitter પર #DOGE ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે, કોઈએ Twitter હેક કર્યું છે. પરંતુ થોડા સમય બાદ એલન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે, Twitterએ તેનો લોગો બદલી નાખ્યો છે. Twitterના ઈતિહાસમાં આ સૌથી મોટો ફેરફાર છે.
આ પણ વાંચો : Twitterને ટક્કર આપવા માટે આવી રહી છે નવી એપ, જાણો શું ફીચર્સ હશે
વાદળી ચકલીના સ્થાને હવે મીમવાળો શ્વાનનો લોગો
જો કે, મીમવાળો શ્વાન ફક્ત ડેસ્કટોપ અથવા લેપટોપના વેબ પેજ પર જ જોઈ શકાય છે. મોબાઈલ એપ પર હજુ પણ જૂનો લોગો વાદળી ચકલી(બ્લુ બર્ડ) જોવા મળે છે પરંતુ Twitterના હોમ બટન તરીકે દેખાતા વાદળી ચકલી(બ્લુ બર્ડ)ને બદલે હવે યુઝર્સને શ્વાનનું ચિત્ર દેખાઈ રહ્યું છે અને આ ફેરફાર થોડા કલાકો પહેલા જ થયો છે.
— Elon Musk (@elonmusk) April 3, 2023
એલન મસ્કે મજાકવાળું ટ્વીટ કર્યું
આ બદલાવ બાદ એલન મસ્કે એક પોસ્ટ પણ શેર કરી છે. તેણે પોતાના એકાઉન્ટ પર મીમવાળો શ્વાન શેર કરીને એક ફની ટ્વીટ કરી છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરી રહેલા એક પોલીસ અધિકારીના હાથમાં Twitterની વાદળી ચકલી (બ્લુ બર્ડ)નું ચિત્ર છે અને કારમાં બેઠેલો શ્વાન કહી રહ્યો છે કે ‘આ જુનો ફોટો છે’.
આ પણ વાંચો : Twitter લાવશે નવું ફીચર, WhatsAppની જેમ કરી શકશો મેસેજ કે ચેટ
એલન મસ્કે અગાઉ શ્વાન વિશે સંકેતો આપ્યા હતા
તમને જણાવી દઈએ કે એલન મસ્ક અગાઉ પણ શ્વાન વિશે સંકેતો આપી ચૂક્યા છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ફોટો ટ્વીટ કર્યો હતો. તેના કેપ્શનમાં એલન મસ્કે લખ્યું હતું કે Twitterના નવા CEO શાનદાર છે.” ફોટામાં Twitterના CEOની ખુરશી પર એક શ્વાન બેઠો હતો. તેની સામેના ટેબલ પર એક કાગળ રાખવામાં આવ્યું હતું, જેમાં આ કૂતરાનું નામ Floki અને તેની પોસ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીચે લખેલું હતું. આ પેપર પર Twitterનો લોગો એટલે કે વાદળી ચકલી (બ્લુ બર્ડ) હતો. જોકે એ સમયે કોઈએ વિચાર્યું ન હતું કે, એલન મસ્ક Twitterના ઈતિહાસમાં આ સૌથી મોટો ફેરફાર કરશે.
As promised pic.twitter.com/Jc1TnAqxAV
— Elon Musk (@elonmusk) April 3, 2023
એલન મસ્કે Twitterનો લોગો બદલ્યા બાદ વધુ એક ટ્વીટ કર્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, ‘જેમ વચન આપ્યું હતું (As promised). વાસ્તવમાં આ ટ્વીટમાં એલન મસ્કે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે 26 માર્ચની જૂની ચેટનો છે. આ સ્ક્રીન શૉટમાં કરવામાં આવેલી પોસ્ટમાં એલન મસ્કે પૂછ્યું છે કે, શું કોઈ નવા પ્લેટફોર્મની જરૂર છે. તેના પર ચેરમેન નામના યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, હમણાં તો Twitter ખરીદો અને લોગો બદલીને વાદળી ચકલી (બ્લુ બર્ડ)ના સ્થાને શ્વાન કરો. આવી રીતે એલન મસ્કે યુઝર્સનું પ્રોમિસ પૂરું કર્યું.