IPL-2023ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 : આજે ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો

Text To Speech
  • ગુજરાતને પહેલા મેચમાં જીત અને દિલ્હીને મળી છે હાર
  • ગુજરાતના બોલર્સ સામે દિલ્હીના બેટ્સમેનોની પણ આકરી કસોટી થશે
  • ઘૂંટણની ઈજાના કારણે કેન વિલિયમ્સન ટૂર્નામેન્ટમાંથી બહાર

આજે મંગળવારે IPLમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે મુકાબલો યોજાશે. દિલ્હી કેપિટલ્સની ટીમ આઇપીએલમાં જ્યારે પોતાના હોમગ્રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે મેદાનમાં ઊતરશે ત્યારે તેને પોતાના બોલર્સ પાસેથી વધારે સારા પ્રદર્શનની આશા રહેશે. બીજી તરફ ઓપનિંગ મુકાબલામાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યા બાદ ગુજરાતની ટીમ આત્મવિશ્વાસથી વધુ મજબૂત બની છે. ઘૂંટણની ઈજાના કારણે કેન વિલિયમ્સન ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હોવા છતાં ગુજરાતની ટીમ કાગળ ઉપર વધારે મજબૂત છે.

દિલ્હી અગાઉનો મેચ હારી ચુકી છે

આ મુકાબલો સાંજે 7:30 કલાકથી શરૂ થશે. દિલ્હીને તેની પ્રથમ મેચમાં લખનઉની ટીમ સામે પરાજય મળ્યો હતો અને આ મેચમાં ભારતીય બોલર્સને નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. એનરિચ નોર્તઝેની ગેરહાજરીમાં દિલ્હીના બોલર્સ લખનઉના બેટ્સમેનોને પરેશાન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. લખનઉ સામે ઇન્ટરનેશનલ ખેલાડીને પરેશાન કરવા માટે જે સ્પીડ તથા વિવિધતા જોઈએ તેવી ચેતન સકારિયા અને મુકેશ કુમાર પાસે નહોતી.

ગુજરાત ફૂલ ફોર્મમાં

ફોર્મમાં રહેલા ગુજરાતના બેટ્સમેન શુભમન ગિલ અને હાર્દિક પંડયાને દિલ્હીના બોલિંગ આક્રમણ સામે કોઈ સમસ્યા નડે તેમ લાગતું નથી. ખલીલ એહમદ પ્રારંભિક મેચમાં બોલ સાથે કંઈક અંશે સારો દેખાવ કરવામાં સફળ રહ્યો હતો પરંતુ ફિલ્ડિંગમાં તે ક્લબ સ્તરનો હોય તેવું લાગતું હતું. કેયલ મેયર્સનો કેચ તેણે પડતો મૂક્યો હતો જે દિલ્હીની ટીમને ભારે પડયો હતો. બેટિંગમાં દિલ્હી પાસે તેનો સુકાની ડેવિડ વોર્નર અને પૃથ્વી શૉ જેવા બેટ્સમેન છે પરંતુ બંનેને માર્ક વૂડે પોતાની સ્પીડ દ્વારા પરેશાન કર્યા હતા. દિલ્હીની ટીમે ગુજરાતના મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ તથા રાશિદ ખાન સામે ઝડપથી રન બનાવવાના વિકલ્પો શોધવા પડશે. રિપલ પટેલ, લલિત યાદવ અને અમન હકીમ ખાન જેવા ભારતીય ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટનો અનુભવ છે પરંતુ આઇપીએલમાં મેચનું પરિણામ પલટી શકે તેવી ક્ષમતા હજુ સુધી દેખાડી નથી.

Back to top button