IPL 2023: લખનઉનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય, ઋતુરાજ અને કોન્વે ક્રીઝ પર
IPLની 16મી સિઝનની 6ઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમો આમને-સામને છે. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ લાંબા સમય બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમી રહી છે, જ્યાં ટીમે અત્યાર સુધી એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
Singanadai to the den begins ????#CSKvLSG #WhistlePodu #Yellove ???????? pic.twitter.com/EXnuE2ebsM
— Chennai Super Kings (@ChennaiIPL) April 3, 2023
બંને ટીમના પ્લેઈંગ ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ – ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મિચેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હંગરેકર.
લખનૌ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, માર્ક વુડ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.
અત્યાર સુધી બંને ટીમનો સામ-સામે આવો રેકોર્ડ
IPLમાં અત્યાર સુધી બંને ટીમોના એકબીજા સામેના રેકોર્ડની વાત કરીએ તો, માત્ર 1 મેચ રમાઈ છે જેમાં KL રાહુલની કપ્તાની હેઠળ લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નાઈની ટીમને ગઈ સિઝનમાં હરાવ્યું હતું. આ સિઝનમાં ચેન્નાઈની ટીમને પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સની ટીમની વાત કરીએ તો, તેઓએ નવી સિઝનની શાનદાર શરૂઆત કરી, દિલ્હી કેપિટલ્સ ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર 50 રને હરાવીને એકતરફી જીત નોંધાવી હતી.
આ પણ વાંચોઃ IPL 2023: મેચમાં હવે વિરોધના પોસ્ટર હશે તો થશે કડક કાર્યવાહી, દર્શકો માટે જાહેર કરી ચેતવણી