ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં વકીલ સામે ખોટા સરકારી રેકર્ડ ઊભા કર્યા, લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની ખોટી ફરિયાદનો કારસો રચનારા બે સામે ફરિયાદ

Text To Speech

પાલનપુર: ડીસામાં વકીલ સામે ખોટા સરકારી રેકર્ડ ઊભા કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની ખોટી ફરિયાદ કરાવવા જતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે ભીલડી પોલીસે બંને શખ્સો ની શોધખોળ હાથ ધરી છે

ડીસા તાલુકા ના વડાવળ ગામે રહેતા મેરાજભાઈ રબારી ખેડૂત છે અને વકીલાત નો વ્યવસાય કરે છે જેમણે અગાઉ તેમના જ ગામના કેટલાક લોકોએ ગૌચરમાં દબાણ કરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાવી ગૌચરની જમીન ખાલી કરાવતા દબાણદારોએ તેમના વિરુદ્ધ ખોટા રેકર્ડ ઊભા કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ કરાવવાનો કારસો રચ્યો હતો.

જેમાં દબાણદાર પાંચાભાઇ રબારી અને ચેલાભાઈ રબારીએ ગ્રામ પંચાયતમાંથી દબાણ રજીસ્ટર મેળવી અને તેમાં અનુક્રમ નંબર 22 ની સામે દબાણકર્તા લાલા ભાથીની નીચે મેરાજ લીલાભાઈ નામ લખી દીધું હતું, જ્યારે રીસર્વે ની પ્રક્રિયામાં મેરાજભાઈ ની જમીન માં ઘટ થઈ હતી. તેમજ તેમની માલિકીની જમીન હોવા છતાં પણ તેના પણ દબાણ કર્યું હોવાના ખોટા રેકર્ડ ઉભા કરી સરકારી દસ્તાવેજ સાથે ચેડા કર્યા હતા.

તેમજ મિલકત જંત્રીની આકારણીમાં મોટી બજાર કિંમત બતાવી અને ખોટા ડોક્યુમેન્ટ ને કિંમતી જામીનગીરી તરીકે દર્શાવી ખોટા રેકર્ડ ને આધારે મેરાજભાઈ સામે ફરિયાદ કરી હતી.જે બાબત ધ્યાને આવતા જ મેરાજભાઈએ તેમની સામે ખોટી ફરિયાદ કરાવવાનો કારસો રચનાર પાંચાભાઇ દેસાઈ અને ચેલાભાઈ દેસાઈ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: વરુણ બરનવાલે બનાસકાંઠા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો

Back to top button