ગુજરાતટોપ ન્યૂઝ

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ તરફથી વેપારીઓને રાહત

Text To Speech
  • વેપારીઓ 500 રૂપિયા સુધીની પેનલ્ટી ભરીને રાહતનો લાભ મેળવી શકે
  • મહત્તમ પેનલ્ટીની રકમ 20 હજાર કરવામાં આવી
  • વેપારીઓને 30 જૂન સુધીમાં રિટર્ન ફાઇલ કરવું પડશે

GST વાર્ષિક રિટર્નની લેટ ફીમાં ઘટાડો કરાતા વેપારીઓને રાહત થઇ છે. જેમાં 30 જૂન સુધીમાં વેપારીઓ રિટર્ન ફાઇલ કરી શકશે. તથા વેપારીઓ 500 રૂપિયા સુધીની પેનલ્ટી ભરીને રાહતનો લાભ મેળવી શકે છે. તથા વેપારીઓ અને સીએ દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ આજે ગુજકેટની પરીક્ષા આપી 

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ તરફથી વેપારીઓને મોટી રાહત

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ તરફથી વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. જે વેપારીઓ તેમનું વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા તેઓની મહત્તમ પેનલ્ટીની રકમ 20 હજાર કરવામાં આવી છે. જોકે, વેપારીઓને 30 જૂન સુધીમાં રિટર્ન ફાઇલ કરવું પડશે તો જે તેઓ આ છૂટનો લાભ લેવાપાત્ર થશે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતનાં ખેડૂતો આનંદો, ઉનાળામાં પાણીની કોઇ તકલીફ નહી પડે

પ્રતિદિન 200 રૂપિયા પ્રમાણે પેનલ્ટીની જોગવાઇ કરવામાં આવી હતી

જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ કેટલાક વેપારીઓ કોરોનાકાળમાં વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા. જેને પગલે તેમને મોટી પેનલ્ટી ચૂકવવી પડે તેવી સંભાવના સર્જાઇ હતી. જીએસટીના કાયદા પ્રમાણે જીએસટી વાર્ષિક રિટર્ન લેટ રિટર્ન ફાઇલ કરનારાઓને પ્રતિદિન 200 રૂપિયા પ્રમાણે પેનલ્ટીની જોગવાઇ કરવામાં આવી હતી. જેથી આ રમક ખુબ મોટી થઇ જતી હતી. જેને પગલે વેપારીઓ પરેશાન હતા. જેમાં રાહત આપવામાં આવી છે.

જે વેપારીઓએ નાણાકીય વર્ષ 2017-19થી 2022-23 સુધી રિટર્ન ફાઇલ નથી કર્યા તેઓ પણ આ રાહતનો લાભ લઇ શકે છે. આ સ્કીમમા મહત્તમ પેનલ્ટીની રકમ 20 હજાર કરવામાં આવી છે. તે સિવાય કમ્પોઝિશન સ્કીમમાં શામેલ વેપારીઓ 500 રૂપિયા સુધીની પેનલ્ટી ભરીને રાહતનો લાભ મેળવી શકે છે.

Back to top button