મનોરંજન

“હું ક્યારેય રાજકારણી સાથે લગ્ન કરીશ નહીં”, લગ્નની અફવાઓ વચ્ચે પરિણીતીનો જૂનો વીડિયો વાયરલ

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની અફવાઓ હાલ ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રીનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે તે કોઈ રાજનેતા સાથે લગ્ન નહીં કરે તેમ  જણાવી રહી છે. જેને લઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

પરિણીતીનો જુનો વીડિયો  વાયરલ

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા તેમના અંગત જીવનને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ બંને જલ્દી લગ્ન કરી લેશે તેવી અફવા  હાલ  ચર્ચાઈ રહી છે. ત્યારે આ વચ્ચે પરિણીતિના પ્રમોશનલ ઈન્ટરવ્યુનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ  વાયરલ થઈ રહ્યો છે. જેમાં  તે કોઈ રાજનેતા સાથે લગ્ન નહીં કરે તેમ કહી રહી છે.

પરિણીતી ચોપરા-humdekhengenews

 

 રાજનેતા સાથે લગ્ન કરવા પર આપી આ પ્રતિક્રિયા

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ ‘જબરિયા જોડી’ (2019)ના પ્રમોશન દરમિયાન વાયરલ થયેલા વીડિયોમાં પરિણીતી કહી રહી છે કે તે કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં કરે.વાયરલ થઈ રહેલા આ  વિડિયોમાં, ઈન્ટરવ્યુ દરમિયાન રેપિડ-ફાયર સેશન દરમિયાન પરિણીતી ચોપરાને કોઈ એવી સેલિબ્રિટીનું નામ પૂછવામાં આવ્યું કે જેની સાથે તે લગ્ન કરવા માંગે છે.  જેના જવાબમાં  પરિણીતીએ સૌથી પહેલા પોતાની સ્ટાઈલમાં બ્રાડ પિટનું નામ લીધું.  અને  જ્યારે હોસ્ટે  તેને પૂછ્યું કે રાજકારણી સાથે લગ્ન કરવા પર  તેનો શુ વિચાર  છે, ત્યારે  પરિણીતીએ કહ્યું, કે ” હું રાજકારણી સાથે લગ્ન કરવા માંગતી નથી, ઘણા સારા વિકલ્પો છે પણ હું ક્યારેય રાજકારણી સાથે લગ્ન કરીશ નહીં.”

લાઈફ પાટનરના ગુણો વિશે કહી આ વાત

આ સાથે પરિણીતીને પુછવામાં આવ્યું કે  તેના જીવનસાથીમાં ક્યા ત્રણ આવશ્યક ગુણો  ઈચ્છે છે ,  જેનો જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું કે , “તે રમુજી હોવો જોઈએ. તેને ખરેખર સારી ગંધ આવવી જોઈએ અને તેણે મારું સન્માન કરવું જોઈએ.”

પરિણીતી ચોપરા-humdekhengenews

 

પરિણીતી-રાઘવ રવિવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા

તમને જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવ રવિવારે મુંબઈ પરત ફર્યા હતા અને મુંબઈ એરપોર્ટ પર તેઓ એક સાથે  જોવા મળ્યા હતા. આ દરમિયાન પરિણીતીએ  બ્લેક ટી-શર્ટ, બ્લેક જેકેટ અને બ્લુ જીન્સ પહેર્યો હતો, જેની સાથે તેણે સફેદ શૂટ અને ચશ્મા પણ પહેર્યા હતા. જ્યારે રાઘવે જીન્સ સાથે ખાખી શર્ટ પહેર્યો હતો. અને એરપોર્ટમાંથી  કાર તરફ જતી વખતે, બંનેની નજર પૈપરાઝી પર પડે છે પરંતુ તેઓ મૌન રહે છે.

હાર્ડી સંધુએ પરિણીતી-રાઘવના સંબંધો પર  મારી હતી મહોર

આ પહેલા સિંગર-એક્ટર હાર્ડી સંધુએ ડીએનએને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન પરિણીતી અને રાઘવ ચઢ્ઢા વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરી હતી. હાર્ડીએ જણાવ્યું હતુ કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે અને તેણે પરિણીતીને ફોન કરીને અભિનંદન પણ પાઠવ્યા છે.  ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પણ ટ્વિટ કરીને પરિણીતી અને રાઘવને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો : અનુષ્કા શર્માની મુશ્કેલીઓમાં વધારો, ટેક્સ મામલે બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ રાહત નહી

Back to top button